UPSC ટ્રેનિંગ સેન્ટરની અમદાવાદમાં શરૂઆત, યુવાઓને મોટી તક આપશે

0
0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીમાં ”પ્રજ્ઞાપીઠમ” યુ.પી.એસ.સી. ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.આ અવસરે વીડિયો કોન્ફરન્સથી સંબોધતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ટ્રેનિંગ સેન્ટરથી રાજ્યમાં યુવાનોને કેન્દ્રીય સેવાઓમાં જોડાવા માટેની વધુ તકો ઉપલબ્ધ બનશે.

યુ.પી.એસ.સી ટ્રેઈનિંગ સેન્ટર- ”પ્રજ્ઞા પીઠમ”માં 200થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી શકાય તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં ઈન્ડસ્ટ્રિઅલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ પાર્ક- ડો.એ.પી.જે અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સટેન્શન રિસર્ચ એન્ડ ઈનોવેશન, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ , સેન્ટર ફોર કમ્પ્યુટેશનલ સ્ટડીઝ જેવા પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજ પથ પર ચાલીને ‘નયાભારત-આત્મનિર્ભર’ ભારતના નિર્માણનો પથ કંડારી શકાશે અને તે માટે કૌશલ્ય-જ્ઞાન, ઉચ્ચ ગુણવત્તાવાળું માનવબળ- યુવાશક્તિ તૈયાર કરીને તેમની સેવાઓનો રાષ્ટ્રનિર્માણમાં લાભ લેવામાં આવા તાલીમ કેન્દ્ર મહત્વપૂર્ણ બનશે. તેમણે આવનારી સદી ભારતની સદી બની રહેવાની છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, સૌના કલ્યાણ માટે, છેવાડાના માનવીના ઉત્થાન માટે યુવાશક્તિને ઉચ્ચ સેવામાં જોડવામાં આવા તાલીમ કેન્દ્રો એ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ઘટનાને લેન્ડમાર્ક અને યાદગાર દિવસ ગણાવતા જણાવ્યું કે, ગુજરાતે યુવાનોના કૌશલ્યને નવી દિશા આપવાની અનેક પહેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશા-દર્શનમાં કરી છે. મુખ્યમંત્રીએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, અટલ લેબ રેન્કિંગ અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતે દેશમાં અગ્રતા ક્રમ મેળવ્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here