Thursday, April 18, 2024
HomeUPSC CSE 2020 : સિવિલ સેવા સર્વિસ એક્ઝામના ઈન્ટરવ્યૂ માટે કમિશને એડમિટ...
Array

UPSC CSE 2020 : સિવિલ સેવા સર્વિસ એક્ઝામના ઈન્ટરવ્યૂ માટે કમિશને એડમિટ કાર્ડ જાહેર કર્યું

- Advertisement -

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ એક્ઝામ 2020 માટે પર્સનાલિટી ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. UPSCએ જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે ઇન્ટરવ્યૂ 2 ઓગસ્ટથી શરુ થશે. તે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પરથી પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

26 એપ્રિલથી પરીક્ષા શરુ થવાની હતી
આની પહેલાં સિવિલ સેવા ઇન્ટરવ્યૂ 26 એપ્રિલ, 2021થી શરુ થવાના હતા. પરંતુ કોરોનાની બીજી લહેરને લીધે કમિશને આ એક્ઝામ મોકૂફ રાખી હતી. જો કે, એ પછી 2 ઓગસ્ટ 2021થી પર્સનાલિટી ટેસ્ટ શરુ કરવાનો નિર્ણય લીધો છે.

આ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર જમણી બાજુ આપેલા ઇન્ટરવ્યું ટેબ ઓર ક્લિક કરો
  • નવું પેજ ખુલતા ઈ-સમન લેટર લિંક પર ક્લિક કરો.
  • એ પછી માગેલી જાણકારી ભરી લો.
  • હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને એક પ્રિન્ટ આઉટ લઇ લો.

ફાઈનલ કટ આઉટને આધારે સિલેક્શન થશે
સિવિલ સર્વિસ એક્ઝામમાં સામેલ કેન્ડડેટ્સનું સિલેક્શન ફાઈનલ કટ-ઓફ (મેન માર્ક્સ અને પર્સનાલિટી ટેસ્ટ માર્ક્સ) ક્વોલિફાય કરવા પર IAS,IPS,IFS,IRS અને અન્ય ગ્રુપ A અને Bની સેવા પર પોસ્ટિંગ કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂ સામેલ ઉમેદવારને આટલા ડોક્યુમેન્ટ જોડે લઇ જવાના રહેશે:

  • એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના સપોર્ટનાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ
  • ઓરિજિનલ જાતિ પ્રમાણપત્ર(જો લાગુ થતું હોય તો)
  • દિવ્યાંગતા પ્રમાણપત્ર(જો લાગુ થતું હોય તો)
  • ફોટો ID પ્રૂફ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular