Tuesday, September 28, 2021
HomeUPSCએ IAS 2020 માટે થનારા ઈન્ટરવ્યૂ રાઉન્ડ સ્થગિત કર્યા
Array

UPSCએ IAS 2020 માટે થનારા ઈન્ટરવ્યૂ રાઉન્ડ સ્થગિત કર્યા

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ કોરોનાના વધતા જતાં કેસોને ધ્યાનમાં રાખતા IAS 2020ના ઈન્ટરવ્યૂ રાઉન્ડ સ્થગિત કર્યા છે. UPSC IASના ઈન્ટરવ્યૂ 26 એપ્રિલથી 18મે સુધી યોજાવાના હતા. UPSC ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઈટ પર નવી તારીખોની જાહેરાત કરશે.

નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી

UPSCએ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને કહ્યું છે કે, કોરોના વાઈરસને કારણે બનેલી સ્થિતિને જોતા UPSCએ સિવિલ પરીક્ષા 2020ના ઉમેદવારો માટે પર્સનાલિટી ટેસ્ટ (ઈન્ટરવ્યૂ) સ્થગિત કર્યો છે. તેની નવી તારીખો ઉમેદવારોને જણાવવામાં આવશે.

796 પદો પર ભરતી થશે

UPSC IAS ઈન્ટરવ્યૂ 2020માં આશરે 2 હજાર ઉમેદવારો સામેલ થશે. આ પરીક્ષામાં 796 પદો પર ભરતી કરવામાં આવશે. UPSC દર વર્ષે 3 ફેઝમાં સિવિલ સેવા પરીક્ષાનું આયોજન કરે છે. તેનાં માધ્યમથી IAS, IFS અને IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments