ગુજરાત : એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા શહેરી વિસ્તારના ઉદ્યોગો 25મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે, રાજ્ય સરકારનો નિર્ણય

0
9

એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા હોય તેવા ઉદ્યોગો કે જે શહેરમાં આવતા હોય પરંતુ કન્ટેન્મેન્ટ વિસ્તારની બહાર હોય તેવા ઉદ્યોગોને 25 એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ માતે તમામ જિલ્લાના કલેક્ટરને અરજી કરવાની રહેશે, તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. રાજ્યમાં ગઈકાલ સાંજથી આજ સવારના 9 વાગ્યા સુધીમાં કોરોનાના 152 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 105 અને અત્યાર સુધીમાં કુલ 2559 દર્દી નોંધાયા છે. નવા સામે આવેલા 152 કેસમાં સૌથી વધુ અમદાવાદના 94, સુરતમાં 30, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠામાં 2, ગાંધીનગરમાં 2, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે.

મહત્વપૂર્ણ ઘટનાઓ

સુરતના ડીંડોલી વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આતા તંત્રમાં દોડધામ, તમામ જગ્યાને સેનિટાઇઝ કરવામાં આવી
કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ રાજકોટમાં, કોરોનાની કામગીરીને લઈને બેઠકમાં સમીક્ષા કરી
ગુજરાતમાં પ્રથમ વખત એક સાથે 45 દર્દીઓ કોરોના મુક્ત થયા, વડોદરામાં હોસ્પિટલમાંથી રજા અપાઇ 

ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથીઃ જયંતિ રવિ

રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.  મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજસ્થાનના કોટામાંથી આવેલા ગુજરાતના 400 વિદ્યાર્થીઓ શામળાજી પહોંચ્યા હતા. ત્યાંથી આ વિદ્યાર્થીઓ 15 બસોના માધ્યમથી શામળાજીથી અમદાવાદ આવવા નીકળ્યા છે.

કુલ દર્દી 2559, 105ના મોત અને 179 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1595 63 86
વડોદરા 225 10 08
સુરત 445 13 13
રાજકોટ 41 00 12
ભાવનગર 33 05 18
આણંદ 33 02 04
ભરૂચ 24 03 03
ગાંધીનગર 19 02 11
પાટણ 15 01 11
નર્મદા 13 00 00
પંચમહાલ 12 02 00
બનાસકાંઠા 18 00 01
છોટાઉદેપુર 12 00 02
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 10 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 9 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 04 01 00
નવસારી 01 00 00
કુલ 2559 105 179

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here