ગુજરાત સહિત ચાર રાજયોને કોરોના મૃત્યુઆંક નીચો લાવવા તાકીદ

0
0

ગુજરાતમાં એક તરફ અમદાવાદ- કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે પણ સુરતથી લઈને સૌરાષ્ટ્રમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે પણ તેની સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મૃત્યુઆંક ઉંચો જઈ રહ્યો છે તેમાં કેન્દ્ર સરકારે ઉંચો મૃત્યુઆંક ધરાવતા ગુજરાત ઉપરાંત કર્ણાટક, તામિલનાડુ અને તેલંગાણાને કોરોના મૃત્યુદર ઘટાડવાની ખાસ તાકીદ કરી છે.

ઉંચો મૃત્યુદર ઉપરાંત દેશમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેના 17% આ ચાર રાજયમાંજ નોંધાયા છે. ગુજરાત સહિતના રાજયોમાં સતત વધતા કોરોના સંક્રમણ, પ્રતિ 10 લાખ વસતિએ ટેસ્ટની સંખ્યા સતત નીચી રહેતા અને મૃત્યુદર ઉંચો જતા આ ચાર રાજયોની ચિંતા કેન્દ્રને વધી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ ચાર રાજયોના 16 જીલ્લાઓમાં સંક્રમણની અસર સૌથી વધુ છે. જયાં ગુજરાતમાં સુરત અને અમદાવાદ છે તો હવે રાજકોટ જીલ્લો પણ 100ના નવા ડેઈલી પોઝીટીવ આંકડાને સ્પર્શી રહ્યા છે. ગુજરાત સહિતના રાજયોને તેની ટેસ્ટ ક્ષમતાનો મહતમ ઉપયોગ કરવા માટે સૂચના અપાઈ છે. ઉપરાંત જે ક્ષેત્રમાં સંક્રમણ વધું હોય તેમાં ટેસ્ટ ટ્રેસીંગની ચિંતા કરવા અને એમ્બ્યુલન્સથી લઈ બેડની સુવિધા પણ સતત ઉપલબ્ધ રહે તે જોવા માટે ચિંતા કરવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here