રામ મંદિર માટે ઉપવાસ : જબલપુરના 81 વર્ષીય ઉર્મિલા બહેને 28 વર્ષથી અન્નનો દાણો પણ ખાધો નથી, 5 ઓગસ્ટે સંકલ્પ પુરો થશે

0
3

જબલપુર. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થતા જ મધ્યપ્રદેશના જબલપુરમાં રહેનારી 81 વર્ષની મહિલાની તપસ્યા પુરી થઈ જશે. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખાને તોડી પાડવામાં આવ્યા પછી તોફાનો થયા ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે રામ મંદિરના શિલાન્યાસ સુધી તેઓ અન્નગ્રહણ કરશે નહિ. ત્યારથી તેઓ ફળ ખઈને રામનું નામ સ્મરણ કરતા-કરતા ઉપવાસ કરે છે.

 

જબલપુરના વિજય નગરમાં રહેનાર ઉર્મિલા દેવીએ ઉપવાસ શરૂ તો કર્યો હતો, ત્યારે તેમની ઉંમર 53 વર્ષની હતી. પહેલા લોકોએ તેમને બહું સમજાવ્યા કે તેઓ ઉપવાસ તોડી નાંખે પરંતુ તેઓ અડગ રહ્યાં. મંદિરના પક્ષમાં ચુકાદો આવવાને કારણે તેઓ ખુબ જ ખુશ થયા હતા. તેમણે ચુકાદો સંભળાવનાર સુપ્રીમ કોર્ટના જજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા હતા.

5 ઓગસ્ટે અન્નગ્રહણ કરશે કે નહિ તે નક્કી નથી
અયોધ્યામાં 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યસ કરશે. ઉર્મિલા તે દિવસે આખો દિવસ બેસીને રામના નામનો જપ કરશે. તે ઈચ્છે કે અયોધ્યા જઈને રામલલાના દર્શન કર્યા પછી જ અન્ન ગ્રહણ કરશે. તેમને પરિવારના લોકો સમજાવી રહ્યાં છે કે કોરોનાના કારણે અયોધ્યામાં માત્ર આમંત્રિત લોકો જ જઈ શકે છે. આ સંજોગોમાં તેમણે ઘરે જ પારણા કરી લેવા જોઈએ. જોકે તેઓ આ માટે હજી માન્યા નથી.

બાકીનું જીવન અયોધ્યામાં પસાર કરવા માંગે છે
ઉર્મિલાનું કહેવું છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ તે તેમના માટે પુર્ન:જન્મ જેવું છે. તેઓ કહે છે કે સંકલ્પ તો પુરો થઈ ગયો, બસ હવે તેમની એટલી ઈચ્છા છે કે અયોધ્યામાં થોડી જગ્યા મળી જાય, જેથી તેઓ બાકીનું જીવન ત્યાં પસાર કરી શકે.