ઉર્મિલાએ કરોડોની ઓફિસ ખરીદી : કંગનાએ ઉર્મિલાને ખરું-ખોટું સંભળાવ્યું, કહ્યું……….

0
8

કંગના રનૌતે ફરી એકવાર ઉર્મિલા માતોંડકર પર પ્રહાર કર્યો છે. ઉર્મિલાએ શિવસેનામાં જોડાયા બાદ કેટલાંક અઠવાડિયાની અંદર મુંબઈના સબ અર્બન એરિયામાં 3 કરોડથી વધુ કિંમતની એક શાનદાર ઓફિસ ખરીદી તેવા સમાચાર છે. કંગનાએ આ જ ન્યૂઝ પર ઉર્મિલાને ખરું-ખોટું સંભાળ્યું છે.

કંગનાએ ઉર્મિલાને આડેહાથ લીધી

કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘પ્રિય ઉર્મિલા માતોંડકરજી, મેં જાત મહેનતથી ઘર બનાવ્યું હતું તે કોંગ્રેસ તોડી રહી છે. સાચે જ BJPને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ જ આવ્યા છે. કાશ હું પણ તમારી જેમ સમજદાર હોત તો કોંગ્રેસને ખુશ કરતી, કેટલી બેવકૂફ છું હું, નહીં?’ ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં જ ઉર્મિલાએ કોંગ્રેસ છોડીને શિવસેના જોઈન કર્યું છે.

 

ઉર્મિલાએ સામે જવાબ આપ્યો

કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ઉર્મિલાએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું, ‘નમસ્કાર કંગનાજી, મારા વિશે તમારા જે ઉચ્ચ વિચારો છે, તે હું સાંભળી ચૂકી છું. જોકે, આખા દેશે સાંભળ્યા છે. આજે દેશની સામે હું તમને કહેવા માગીશ કે જગ્યા અને સમય તમે પસંદ કરજો. હું મારા તમામ ડોક્યુમેન્ટ્સ લઈને ત્યાં આવી જઈશ. આ ડોક્યુમેન્ટમાં 2011 માં મારી 20-25 વર્ષની કરિયરમાં સઘન મહેનત બાદ અંધેરીમાં જે ફ્લેટ ખરીદ્યો હતો, તેના પેપર્સ હશે. માર્ચના પહેલાં અઠવાડિયે આ ફ્લેટ મેં વેચ્યો હતો. તેના પણ પેપર્સ પણ હશે. તે પૈસામાંથી મેં જે ઓફિસ ખરીદી, તેના પણ પેપર્સ હશે. આ બધું જ હું તમને બતાવવા માગું છું.’

 

વધુમાં ઉર્મિલાએ કહ્યું હતું, ‘પેપર્સની સામે હું બસ એક નાની વાત ઈચ્છું છું કે અમારા જેવા લાખો કરોડો ટેક્સપેયર્સના પૈસાના બદલામાં તમને તમારી સરકારે Y Plus સિક્યોરિટી આપી છે, કારણ કે તમે વચન આપ્યું હતું કે તમારી પાસે એવા અનેક નામ છે, જે તમે NCBને આપવા માગો છો. હવે આ નામની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. કારણ કે તમને ખબર છે કે આપણો દેશ હાલમાં કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને ડ્રગ્સનો સામનો આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. NCBનું જે લિસ્ટ તમારી પાસે છે, બસ તમે આ લિસ્ટ લઈને આવો. તમારા જવાબની રાહ જોઈ રહી છું.’

કંગના ‘ધાકડ’માં વ્યસ્ત

કંગના હાલમાં ‘ધાકડ’ની તૈયારીઓ કરી રહી છે. તે આવતા અઠવાડિયાથી ફિલ્મનું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં તે ફીમેલ જાસૂસના રોલમાં જોવા મળશે. ‘ધાકડ’ ઉપરાંત કંગના ‘તેજસ’ની તૈયારીઓ પણ વ્યસ્ત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here