મહેસાણા : કટોસણમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પરથી ‌રૂ. 28 લાખની મત્તા સાથે 3 ઝડપાયા, 6 ફરાર.

0
7

કટોસણ ગામે ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર એલસીબીએ રેડ કરી રોકડ રૂ.6.48 લાખ, મોબાઇલ, વાહનો મળી કુલ રૂ.28.65 લાખના મુદ્દામાલ સાથે 3 જુગારીને ઝડપ્યા હતા. જ્યારે બાકીના વરંડો કૂદીને નાસી ગયા હતા. સાંથલ પોલીસ સ્ટેશનમાં 9 સામે ગુનો નોંધાયો હતો.કટોસણ ઉદપુરાના ભાથીભા દોલતસિંહ સોલંકી તેનો પુત્ર મોરલી અને સંજયસિંહ લાલભા ઝાલા મહેસાણાના હૈદરીચોકના બેલીમવાસમાં રહેતા ઇમરખાન ઉર્ફે ભુકાભાઇ રહીમખાન બેલીમ સાથે મળી કટોસણ ઉદપુરા વિભાગની કચેરીની પાસે જોરાવરસિંહ ઉર્ફે ભોટુ ભયલુભા બાપુભા ઝાલાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે.

જે હકિકત આધારે એલસીબી પીઆઇ એ.કે.વાઘેલા સહિતે રેડ કરી હતી. જોરાવરસિંહના ઘરના વરંડામાં પ્રવેશતાં જ અહીં જુગાર રમનારાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 3ને પોલીસે પકડી લીધા હતા, જ્યારે બીજા દીવાલ કૂદી નાસી ગયા હતા. પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ.6.48 લાખ, રૂ.17 હજારના 2 મોબાઇલ, રૂ.22 લાખની 2 ફોર વ્હિલ ગાડી મળી કુલ રૂ.28.65 લાખના મુદ્દામાલ સાથે ઉમરખાન ઉર્ફે ભુકાભાઇ રહીમખાન બેલીમ, ગોવિંદ ભારાભાઇ ભરવાડ અને કમલેશ ઉર્ફે ટીનો બચુભાઇ દંતાણીની ધરપકડ કરી હતી. સાંથલ પોલીસ સ્ટેશનમાં 9 જુગારી સામે ગુનો નોંધાયો હતો.

આ 9 જુગારી સામે ફરિયાદ

  • ઉમરખાન ઉર્ફે ભુકાભાઇ રહીમખાન બેલીમ રહે.મહેસાણા
  • ગોવિંદભાઇ ભારાભાઇ ભરવાડ રહે.હેબતપુર, તા.દસ્કોઇ
  • કમલેશ ઉર્ફે ટીનો બચુભાઇ દંતાણી રહે.સોલા, તા.દસકોઇ
  • ભાથીભા દોલતસિંહ સોલંકી રહે.કટોસણ
  • મોરલી ભાથીભા સોલંકી રહે.કટોસણ
  • સંજયસિંહ લાલભા ઝાલા રહે.કટોસણ
  • જગુભા પોપટસિંહ ઝાલા રહે.મહેસાણા
  • મુકેશ લાલજીભાઇ પટેલ રહે.મહેસાણા
  • ડી.એલ.સોલંકી રહે.સોમનાથ ચોકડી, મહેસાણા