મદદ : ઓનલાઇન ડાન્સ ક્લાસથી ઉર્વશી રૌતેલાએ 5 કરોડ રૂપિયાની કમાણી કરી, કોરોના વોરિયર્સ માટે બધા રૂપિયા દાન કર્યા

0
6

મુંબઈ. લોકડાઉનમાં સ્ટાર્સ કોરોના વાઇરસ અંગે લોકોને જાગૃત કરતા રહે છે. ઉપરાંત તેમનાથી બનતી મદદ પણ કરી રહ્યા છે. આર્થિક સહાય માટે સેલેબ્સ આગળ આવીને યોગદાન આપી રહ્યા છે. આ સંકટની સ્થિતિમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પણ કોરોના વોરિયર્સ માટે 5 કરોડ રૂપિયાનું ડોનેશન કર્યું છે.

18 કરોડ લોકોને ડાન્સ શીખવ્યો 

હાલમાં જ ઉર્વશી રૌતેલાએ કોરોના વોરિયર્સની મદદ માટે ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન ડાન્સ ક્લાસ શરૂ કર્યા હતા. આ પહેલમાં 18 કરોડ લોકો જોડાયા અને ઉર્વશીએ 5 કરોડ રૂપિયા ભેગા કર્યા. ડાન્સ સેશનમાંથી ભેગા કરેલ રૂપિયા તેણે ક્રાય ફાઉન્ડેશન અને સ્વદેશ ફાઉન્ડેશનને આપ્યા. આ ફાઉન્ડેશન કોરોનાના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે કામ કરે છે. એક્ટ્રેસે ઓનલાઇન ટ્રેનિંગમાં ઝુમ્બા, લેટિન ડાન્સ શીખવી રહી છે.

લોકડાઉનને કારણે ફિલ્મ્સની રિલીઝ અટકી 

ઉર્વશી આ વર્ષે વર્જિન ભાનુપ્રિયામાં દેખાવાની હતી જે 12 જૂનના રિલીઝ થવાની હતી. હવે તેની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે. આ સિવાય તે તમિળ સુપરહિટ થિરુટ્ટુ પેલે 2ની હિન્દી રિમેકમાં દેખાવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here