Wednesday, December 8, 2021
HomeUSમાં એડ્મિશન કૌભાંડમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત
Array

USમાં એડ્મિશન કૌભાંડમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત

વોશિંગ્ટન: અમેરિકન ગૃહ વિભાગે એક સ્ટિંગ ઓપરેશન પછી 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. 8 રિક્રૂટર્સને પણ પકડવામાં આવ્યા છે. આ સિવાય અન્ય 600 વિદ્યાર્થીઓ સામે વોરન્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ દરેક લોકો પર ઈમિગ્રેશન નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. રિપોટ્સમાં જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં માન્ય દસ્તાવેજો વગર રહેતા લોકોને પકડવા માટે ગૃહ વિભાગે એક ફેક યૂનિવર્સિટી બનાવી હતી. તેના દ્વારા પહેલાં વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી અને ત્યારપછી તેમની અટકાયત કરવામાં આવી છે. અમેરિકા ટૂંક સમયમાં જ આ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરી શકે છે.

વિદ્યાર્થીઓની અટકાયત કરવાની વાત સૌ પ્રથમ અમેરિકન તેલુગુ એસોસિયેશન (ATA) તરફથી જાહેર કરવામાં આવી છે. અહીં ઉત્તરી-અમેરિકામાં તેલુગુ મૂળના લોકોનું સંગઠન છે. એટીએએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે, તેમને આ ઘટનાની જાણ અટકાયતમાં લેવામાં આવેલા વિદ્યાર્થીઓના સંબંધીઓ દ્વારા મળી છે.

ફ્રોડ પકડવા માટે ચલાવ્યું ઓપરેશન ‘પેપર ચેઝ’

અમેરિકન કસ્ટમ એજન્ટ્સે ઈમિગ્રેશનના ફ્રોડને પકડવવા વાળા ઓપરેશનને ‘પેપર ચેઝ’ નામ આપ્યું છે. યૂનિવર્સિટીમાં 2017 પછી ગૃહ વિભાગે અંડરકવર અધિકારીઓને રાખ્યા હતા. તે આરોપીઓની ઓળખ કરતા હતા. વિદ્યાર્થીઓ સિવાય ભારતીય મૂળના 8 એજ્યુકેશનલ કન્સલ્ટિંગ એજન્ટોને પણ કસ્ટમ ડિપાર્ટમેન્ટે કસ્ટડીમાં રાખ્યા છે.

યૂનિવર્સિટીમાં શરૂ થયું હતું અંડરકવર ઓપરેશન

ફેસબુક પર એટીએની પોસ્ટ પર કહેવામાં આવ્યું છે કે, 2015ની શરૂઆતમાં આ યૂનિવર્સિટીને અંડરકવર ઓપરેશન અંર્તગત શરૂ કરવામાં આવી હતી. આ યૂનિવર્સિટી શરૂ કરવાનો હેતુ ઈમિગ્રેશન ફ્રોડ સાથે જોડાયેલા લોકોને પકડવાનો હતો. એટીએનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ તરફથી મદદની અપીલ પછી સંગઠને અલગ અલગ શહેરોમાં આવેલી તેમની ટીમને કામે લગાવી દીધી હતી. એટીએની લીગલ ટીમ ભારતીય વિદ્યાર્થીઓના સંગઠન સાથે વાતચીત કરી રહી છે. એટીએના અમુક સભ્યો આ મામલે અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શિંગલા સાથે પણ મુલાકાત કરીને સમગ્ર માહિતી આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments