Monday, October 18, 2021
HomeUSમાં ઠંડીનો પ્રકોપ યથાવત, 13નાં મોત; શિકાગો એન્ટાર્કટિકાથી ઠંડુ, 21 કરોડ લોકોને...
Array

USમાં ઠંડીનો પ્રકોપ યથાવત, 13નાં મોત; શિકાગો એન્ટાર્કટિકાથી ઠંડુ, 21 કરોડ લોકોને જોખમ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ઠંડીનો પ્રકાર યથાવત છે. મધ્ય પશ્ચિમ અમેરિકાના વિસ્તારોમાં તાપમાન ખતરનાક રીતે નીચે પહોંચી ગયું છે. મિશિગન, આયોવા, ઇન્ડિયાના, ઇલિનોઇસ, વિસ્કોન્સિન અને મિનેસોટામાં ઠંડીના કારણે અત્યાર સુધી 13 લોકોનાં મોત થયા છે. સ્કૂલ વ્યવસ્થાના હિસાબે અમેરિકાના ત્રીજાં સૌથી મોટાં ગઢ શિકાગોમાં તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

21 કરોડ લોકો ભયજનક સ્થિતિમાં

એન્ટાર્કટિકાથી વધુ ઠંડો વિસ્તાર
  • અહીં આસપાસના વિસ્તારમાં તાપમાન શૂન્યથી 30-40 ડિગ્રી સે.થી નીચે ગયું છે. અધિકારીઓએ લોકોને ઘરમાંથી બહાર નહીં નિકળવાની કડક સુચના આપી છે. જાણકારોના મતે તાપમાન એટલું નીચે છે કે, જો કોઇ વ્યક્તિ પાંચ મિનિટ પણ ઘરની બહાર રહેશે તો ઠંડીના સંપર્કમાં આવવાથી ફેફાસાંને ગંભીર નુકસાન થઇ શકે છે.
  • મિનેસોટાના ઇન્ટરનેશનલ હિલ્સ પર શૂન્યથી 48 ડિગ્રીની શીતલહેર નોંધવામાં આવી છે. આ દક્ષિણ ધ્રુવ પર સ્થિત એન્ટાર્કટિકાથી પણ વધુ ઠંડી છે. અહીં ન્યૂનત્તમ શૂન્યથી અંદાજિત 31 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધીના તાપમાનની હવા ચાલે છે.
  • ઠંડીના કારણે શિકાગોમાં હજારો ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. પેસેન્જર રેલવે સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે. બેંક અને સ્ટોર્સ પણ બંધ કરવામાં આવ્યા છે. અનેક સ્થળો પર વાર્મિંગ સેન્ટર ખોલવામાં આવ્યા છે, જ્યાં લોકોને ઠંડીથી રાહત મળી શકે છે. શિકાગોમાં કોઇ પણ કારણે બહાર ભટકી ગયેલા લોકોને મદદ માટે પોલીસ સ્ટેશનો ખુલ્લા રાખવામાં આવ્યા છે.
13નાં મોત, 2,300 ફ્લાઇટ્સ રદ
  • પોલાર વોર્ટેક્સના કારણે અમેરિકાના મિડવેસ્ટમાં 13 લોકોનાં મોત થયા છે અને અંદાજિત 21 કરોડ (72 ટકા) લોકો ભયજનક સ્થિતિમાં છે. પોલાર વોર્ટેક્સના કારણે થતી હિમવર્ષા અને વાવાઝોડું હવે ઇસ્ટ કોસ્ટ તરફ આગળ વધી રહ્યું છે.
  • અત્યંત ઠંડીના કારણે મિડવેસ્ટ સહિત અમેરિકામાં 2,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે જ્યારે 1,500 ફ્લાઇટ મોડી થઇ છે. હિમવર્ષાની અસર હવે નોર્થઇસ્ટમાં પણ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ન્યૂયોર્કમાં વાવાઝોડાંના કારણે 20 ઇંચ બરફ પડ્યો હતો. આર્કટિક કન્ડિશનના કારણે બફેલોથી બ્રૂકલિન સુધી જનજીવન ઠપ થઇ ગયું છે. અંદાજિત 200 ફાયરફાઇટર્સ અલગ અલગ શહેરોમાં વાર્મિંગ બસ સાથે ગોઠવવામાં આવ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments