Monday, January 24, 2022
HomeUS એડ્મિશન કૌભાંડમાં 129 ભારતીયોની ધરપકડ, છોડવામાં આવેલા વિદ્યાર્થીઓને ટ્રેકિંગ ડિવાઈસ લગાવાઈ
Array

US એડ્મિશન કૌભાંડમાં 129 ભારતીયોની ધરપકડ, છોડવામાં આવેલા વિદ્યાર્થીઓને ટ્રેકિંગ ડિવાઈસ લગાવાઈ

વોશિંગ્ટન: અમેરિકામાં એડ્મિશન કૌભાંડમાં 130 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 129 ભારતીય છે. અમેરિકામાં માન્ય દસ્તાવેજ વગર રહેતા લોકોને પકડવા માટે ગૃહ વિભાગે એક ફેક યૂનિવર્સિટી બનાવી હતી. દાવો છે કે, અટકાયત દરમિયાન ઘણાં વિદ્યાર્થીઓમાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવવામાં આવી છે. તેમને સીમાની બહાર ન જવાનું કહેવામાં આવ્યું છે. 200થી વધારે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી બાજુ ઈમિગ્રેશ અટૉર્નીનો દાવો છે કે, ધરપકડ કરવામાં આવેલા યુવકોને યૂનિવર્સિટી ફેક હોવાની ખબર નહતી. આ વાતની નિંદા કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓની ધરપકડ કરવા માટે આ પ્રમાણેની યોજના બનાવવામાં આવી છે.

વિદ્યાર્થીઓને પકડવા માટે એન્કાઉન્ટર ઓપરેશન
  • ફેડરલ પ્રોસિક્યૂરના પ્રમાણે આવ્રજન કૌભાંડની જાણ મેળવવા માટે અમેરિકન ગૃહ વિભાગે ડેટ્રોઈટના ફારમિંગટન હિલ્સમાં એક યૂનિવર્સિચી બનાવવામાં આવી છે. ઓફિસર્સે તેના પર ટૂ સ્ટે સ્કીમનો કરાર કર્યો હતો. વિદેશી વિદ્યાર્થીઓએ ફેક યૂનિવર્સિટીમાં એટલા માટે એડ્મિશન કરાવ્યુ કારણ કે તેઓ ખોટી રીતે સ્ટૂડન્ટ વિઝાનો દરજ્જો મેળવવા માગતા હતા.
  • ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના પ્રવક્તા ખાલિદ વાલ્સે જણાવ્યું કે, આવ્રજન નિયમોનું ઉલ્લંઘન કરવા માટે 130 વિદેશીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી 129 ભારતીયો છે. આઈસીએ દ્વારા બુધવારે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દિવસે 8 અન્ય લોકો ઉપર પણ વીઝા ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular