Friday, June 2, 2023
HomeUS પ્રેસિડન્ટ ટ્રમ્પે રાજીનામું આપ્યું! વ્હાઇટ હાઉસની બહાર અખબારોની કોપી ફરતી થઇ
Array

US પ્રેસિડન્ટ ટ્રમ્પે રાજીનામું આપ્યું! વ્હાઇટ હાઉસની બહાર અખબારોની કોપી ફરતી થઇ

- Advertisement -

વોશિંગ્ટન (યુએસ): બુધવારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાજીનામાના ફૅક ન્યૂઝ ફેલાયા હતા. જેને લઇને અમેરિકા સહિત વિશ્વભરમાં ટ્રમ્પ વિરોધી લોકોએ ઉત્સવ મનાવ્યો હતો. હકીકતમાં, બુધવારે અમેરિકામાં વોશિંગ્ટન પોસ્ટ ન્યૂઝપેપરની ફૅક કોપીનું વ્હાઇટ હાઉસની આસપાસ અને વોશિંગ્ટનના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં ખુલ્લેઆમ વિતરણ થયું. તેમાં દાવો કરવામાં આવ્યો કે, અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે રાજીનામું આપી દીધું છે.

મૂળ ન્યૂઝપેપરની કોપીની માફક જ આ કોપીને રજૂ કરવામાં આવી. તેમાં 6 કોલમમાં મોટું હેડિંગ આપાવમાં આવ્યું – અનપેક્ષિતઃ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાંથી વિદાય, સંકટ ખતમ (‘UNPRESIDENTED Trump hastily departs White House, ending crisis’).

અમેરિકામાં 22 ડિસેમ્બરથી શટડાઉન

માથું ઝૂકાવી પરેશાન જોવા મળ્યા ટ્રમ્પ
  • આ લીડ ન્યૂઝમાં 4 કોલમમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર લાગેલી છે, જેમાં તેઓ માથું ઝૂકાવીને પરેશાન જોવા મળી રહ્યા છે. ન્યૂઝપેપરમાં 1 મે 2019ની તારીખ પણ હતી.

  • સમાચાર એજન્સી ભાષા અનુસાર, પેન્સિલવેનિયા એવન્યૂ અને વ્હાઇટ હાઉસની બહાર ન્યૂઝપેપરને વહેંચી રહેલી એક મહિલાએ કહ્યું કે, વોશિંગ્ટન પોસ્ટની આ ખાસ કોપી લઇ લો. આ ફ્રી છે. તમને આ બીજે ક્યાંય નહીં મળે. મહિલા પ્લાસ્ટિક બેગમાં ન્યૂઝપેપરનું બંડલ રાખીને ત્યાંથી પસાર થઇ રહેલા લોકોને ન્યૂઝપેપર આપી રહી હતી.

વોશિંગ્ટન પોસ્ટે કરી ટ્વીટ

ફૅક કોપીનો આ મામલો સામે આવ્યા બાદ વોશિંગ્ટન પોસ્ટે ટ્વીટ કરીને પોતાના તરફથી સ્પષ્ટતા કરી હતી. વોશિંગ્ટન પોસ્ટે કહ્યું કે, ટ્રમ્પના રાજીનામાના ખોટાં સમાચારનું વિતરણ કરવામાં આવ્યું. આ ન્યૂઝપેપર સાથે વોશિંગ્ટન પોસ્ટને કોઇ લેવા-દેવા નથી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જો કે, હજુ સુધી આ સમાચાર પર અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસ તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આવી.

બોર્ડર વૉલ મુદ્દે અમેરિકામાં તણાવ

અમેરિકામાં મેક્સિકો બોર્ડર પર દીવાલને લઇને છેલ્લાં ઘણાં મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે મેક્સિકોની દીવાલ બનાવવા માટે સંસદ એટલે કે, કોંગ્રેસ પાસેથી ફંડને મંજૂરી આપવાની માંગણી કરી છે. જ્યારે ડેમોક્રેટ્સ સાંસદ તેના પક્ષમાં નથી. અમેરિકાની સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ સ્થાપિત થઇ ગયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અલ્પમતમાં છે. બંનેની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના કારણે અમેરિકામાં 22 ડિસેમ્બરથી શટડાઉન ચાલી રહ્યું છે.

આ જ કારણોસર અમેરિકાના 8 લાખ સરકારી કર્મચારીઓ ફરજીયાત હડતાળ પર છે અથવા વેતન વગર કામ કરી રહ્યા છે.

એટલું જ નહીં, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, જો ડેમોક્રેટ્સ મેક્સિકો નજીકની બોર્ડરની વૉલ માટે ફંડને મંજૂરી નથી આપતા, તો તેઓ નેશનલ ઇમરજન્સી લાગુ કરી દેશે.

અમેરિકામાં આવું પહેલીવાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ થઇ રહ્યો છે. આ પહેલાં પણ અમેરિકાના પ્રેસિડન્ટે મુસ્લિમ બૅન સહિત અનેક એવા નિર્ણયો લીધા હતા, જેના કારણે તેઓને સતત ટીકાનો સામનો કરવો પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular