US / ભારતીયોને એચ-1 બી વીઝાની લિમિટ 15% સુધી મર્યાદિત થઈ શકે છે, હાલ 70% સુધીનો ફાયદો

0
33

  • CN24NEWS-20/06/2019
  • બીજા દેશના કર્મચારીઓને અમેરિકા દર વર્ષે 85,000 વીઝા આપે છે
  • કોઈ દેશ માટે હાલ લિમિટ નક્કી નથી, ભારતીય સૌથી વધુ ફાયદો લે છે
  • એચ-1 બી વીઝાની લિમિટ નક્કી થશે તો ટીસીએસ, ઈન્ફોસિસ જેવી કંપનીઓ પ્રભાવિત થશે
  • નવી દિલ્હી/વોશિંગ્ટનઃ અમેરિકા ભારતીયોને એચ-1 બી વીઝા આપવાની લિમિટ 10%થી 15% સુધીની મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે બુધવારે રાત્રે આ માહિતી આપી હતી. અમેરિકા દર વર્ષે 85,000 એચ-1 બી વીઝા જાહેર કરે છે. જેમાંથી સૌથી વધુ 70% ભારતીય કર્મચારીઓને મળે છે. કોઈ દેશ માટે હાલ કોઈ જ લિમિટ નથી. રોયટર્સના સૂત્રો મુજબ વિદેશ મંત્રાલયે અધિકારીઓ પાસેથી જાણકારી માગી છે કે અમેરિકા એચ-1 બી વીઝાની લિમિટ નક્કી કરશે તો ભારત પર કેટલી અસર પડશે.ડેટા લોકલાઈઝેશનવાળા દેશોથી અમેરિકા નારાજ- રિપોર્ટઃ રોયટર્સના સૂત્રોના હવાલાથી માહિતી મળી કે અમેરિકા તે દેશો માટે એચ-1બી વીઝાને મર્યાદિત કરવાનું વિચારે છે જે વિદેશી કંપનીઓને સ્થાનિક સ્તરે ડેટા સ્ટોર કરવા માટે મજબૂર કરે છે. ભારતને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આરબીઆઈએ ગત વર્ષે ડેટા લોકલાઈઝેશન પોલિસી લાગુ કરી હતી. જે અંતર્ગત વીઝા, માસ્ટરકાર્ડ જેવી વિદેશી કંપનીઓના ટ્રાંઝેકશન સાથે જોડાયેલાં ડેટા વિદેશી સર્વરની જગ્યાએ ભારતમાં જ સ્ટોર કરવાના હોય છે. અમેરિકી કંપનીઓ અને ત્યાંની સરકારે આ નિયમ પર વાંધો ઉઠાવ્યો છે.

    વીઝાની લિમિટ લાગુ થઈ તો 10 લાખ કરોડ રૂપિયાની આઈટી ઈન્ડસ્ટ્રી પ્રભાવિત થશેઃ બીજા દેશના કર્મચારીઓને પોતાને ત્યાં કામ કરવાની મંજૂરી આપવા માટે અમેરિકા દર વર્ષે એચ-1 બી વીઝા જાહેર કરે છે. આ વીઝાના આધારે શરૂઆતના 3 વર્ષ સુધી અમેરિકામાં કામ કરવાની મંજૂરી મળે છે. જે બાદ સમય સીમા વધારીને 6 વર્ષની કરવામાં આવે છે. ભારતીય કર્મચારી તેનો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે. જેમાં સૌથી વધુ આઈટી સેકટરના લોકો હોય છે. ટીસીએસ અને ઈન્ફોસિસ જેવી કંપનીઓ એચ-1 બી વીઝા પર પોતાના એન્જિનિયર અને ડેવલપરને અમેરિકા મોકલે છે. ભારતીય આઈટી કંપનીઓ માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ છે. ભારતીય આઈટી ઈન્ડસ્ટ્રી 150 અબજ ડોલર (10.5 કરોડ રૂપિયા)ની છે.

    આઈટી કંપનીઓના શેર્સમાં 4% સુધીનો ઘટાડોઃ એચ-1 બી વીઝાની લિમિટનો રિપોર્ટ સામે આવતા આઈટી કંપનીઓના શેર્સમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી. ઈન્ટ્રા ડે દરમિયાન વિપ્રોના શેર 4% સુધી ઘટી ગયા. ટેક મહિન્દ્રામાં 1.5%, ઈન્ફોસિસ અને ટીસીએસમાં 0.5% થી 1%નો ઘટાડો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here