Sunday, November 28, 2021
HomeUS-મેક્સિકો બોર્ડર પર 3,750 સૈનિકો મોકલશે પેન્ટાગન, ટ્રમ્પ ઇમરજન્સી જાહેર કરવાના મૂડમાં
Array

US-મેક્સિકો બોર્ડર પર 3,750 સૈનિકો મોકલશે પેન્ટાગન, ટ્રમ્પ ઇમરજન્સી જાહેર કરવાના મૂડમાં

વોશિંગ્ટનઃ અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે રવિવારે જાહેરાત કરી હતી કે, તેઓ મેક્સિકો નજીકની બોર્ડર પર ત્રણ મહિના માટે ઓછામાં ઓછા 3,750 સૈનિકો મોકલશે. આ દરમિયાન તેઓ બોર્ડર એજન્ટ્સને સહાયતા કરશે અને અંદાજિત 240 મીટર લાંબી ફેન્સનું નિર્માણ કરશે. એએફ રિપોર્ટ અનુસાર, પેન્ટાગને એક નિવેદનમાં કહ્યું કે, આ નવી વ્યવસ્થા સાથે મેક્સિકો નજીકની સીમા પર ગોઠવાયેલા સૈનિકોની સંખ્યા વધીને 4,350 થઇ જશે. બીજી તરફ, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો બોર્ડર પર વૉલ બનાવવાની વાતને પોતાની પ્રતિષ્ઠ સાથે જોડી લીધી છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અટકાવવા માટે દેશની સાઉથ મેક્સિકો બોર્ડર વૉલ તૈયાર કરાવીને જ જંપશે. આ માટે ફંડ એકઠું કરવા માટે તેઓ નેશનલ ઇમરજન્સી જાહેર કરવાની અત્યંત નજીક પહોંચી ગયા છે.

દીવાલ માટે ઇમરજન્સી જાહેર કરવાની તૈયારી

બોર્ડર પર સેનાના 2 મુખ્ય મિશન

એડમિનિસ્ટ્રેશન પ્રવક્તા અનુસાર, સેનાના બે મુખ્ય મિશન હશેઃ એરિઝોના, કેલિફોર્નિયા, ન્યૂ મેક્સિકો અને ટેક્સાસમાં 30 સપ્ટેમ્બર સુધી સર્વેલન્સ કેમેરાનું સંચાલન અને સાથે જ 240 મીટર લાંબી કોન્સર્ટિના ફેન્સ તૈયાર કરવી, જે એક પ્રકારની કાંટાળી વાડ છે.

હાલ સૈનિકોની ગોઠવણ ત્રણ મહિના માટે થશે, પરંતુ પેન્ટાગન બોર્ડર સીમાની સુરક્ષાના મિશન માટે જરૂરી આવશ્યક ફોર્સની સંરચનાનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. 1878માં બનેલા એક અમેરિકન કાયદા રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થાના કાર્યો માટે સૈનિકોના પ્રયોગોને પ્રતિબંધિત કરે છે. તેથી હાલ અમેરિકન એડમિનિસ્ટ્રેશન અનુસાર, સેના ગેરકાયદે બોર્ડર પાર કરનાર ઇમિગ્રન્ટ્સની ધરપકડ નથી કરી શકતી અને તેઓનું કાર્યક્ષેત્ર સીમા પેટ્રિક શેનહાને 11 જાન્યુઆરીના રોજ નવા સૈનિકોને ગોઠવવાની મંજૂરી આપી દીધી હતી.

ડેમોક્રેટ્સ સાથે વાત સમયની બરબાદી

નેશનલ ઇમરજન્સી જાહેર થવાથી ટ્રમ્પ કોંગ્રેસ પાસેથી મંજૂરી માટે દીવાલ ઉભી કરવાની દિશામાં આગળ વધી શકે અને તેઓને ડિઝાસ્ટર રિલિફ ફંડની રકમ સાઉથ મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવામાં ખર્ચ કરવાની કાર્યકારી સત્તા મળી જશે.

ટ્રમ્પે સીબીએસ ન્યૂઝના ફેસ ધ નેશન કાર્યક્રમમાં કહ્યું કે, સીમા સુરક્ષા પર વિપક્ષી ડેમોક્રેટ્સની સાથે વાતચીત માત્ર સમયની બરબાદી છે. તેઓએ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની અધ્યક્ષ નેન્સી પેલોસી પર ખૂબ જ જડ વલણ અને ખરાબ રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

હું માનું છું કે, તે ખૂબ જ જડ વલણ ધરાવે છે, જેની મને આશા પણ હતી. આ દેશ માટે ખરાબ છે, તેઓને ખ્યાલ છે કે, તમારે એક અવરોધ જોઇએ. તેઓને જાણ છે કે, આપણને સીમા સુરક્ષાની જરૂર છે. તેમ છતાં મૂળ રીતે તેઓ ખુલ્લી બોર્ડરના પક્ષમાં છે, તેઓને માનવ તસ્કરીની પણ પરવા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments