USમાં ફ્લોયડ બાદ વધુ એક અશ્વેતનું મોત : એટલાન્ટામાં ધરપકડ સમયે અધિકારીએ ગોળી મારી, પોલીસ વડાએ રાજીનામુ આપ્યું

0
0

જ્યોર્જિયા. અમેરિકાના એટલાન્ટામાં પોલિસ દ્વારા અશ્વેત નાગરિકને મારવાની બીજી ઘટના સામે આવી છે. એટલાન્ટાના જ્યોર્જિયામાં ધરપકડ કરતી વખતે 27 વર્ષિય અશ્વેત રેશર્ડ બ્રૂક્સને અધિકારીએ ગોળી મારી હતી. બ્રૂક્સને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ એટલાન્ટાના પોલીસ વડાએ રાજીનામુ આપી દીધુ છે. ઘટનાને લઈ લોકો માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી ગયા છે.

જ્યોર્જિયા બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશનના જણાવ્યા પ્રમાણે આ ઘટના 12 જૂનના રોજ બની હતી. રેશર્ડ બ્રૂક્સ પાર્કિંગમાં રહેલી કારમાં ઉંઘી રહ્યો હતો. પોલીસ અધિકારીઓને નશામાં જણાયો હતો. બ્રૂક્સની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. બ્રૂક્સ એક અધિકારીની ગન છીનવીને ભાગ્યો હતો. અન્ય અધિકારીએ તેનો પીછો કર્યો હતો. આ સમયે બ્રૂક્સે તેની પાસે રહેલી ગનથી અધિકારીને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે સમયે અધિકારીએ તેના પર ગોળી ચલાવી હતી. એટલાન્ટાના મેયર કીશા લાંસ બોટમ્સે કહ્યું છે કે આ ઘટનાને લીધે પોલીસ અધિકારી એરિકા શીલ્ડ્સે રાજીનામુ આપી દીધુ છે.

25 મેના રોજ ફ્લોયડનું મૃત્યુ થયુ હતું

મિનેપોલિસમાં 25 મેના રોજ ફ્લોયડને પોલીસે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી. આ અગાઉ એક પોલીસ અધિકારીએ ફ્લોયડની માર્ગ પર અટકાયત કરવામાં આવી હતી અને તેને ગર્દનથી ઘૂટણ વડે 8 મિનિટ 46 સેકન્ડ સુધી દબાવી રાખવામાં આવ્યો હતો. ફ્લોયડના હાથમાં હાથકડી હતી. આ વીડિયો પણ વાયરલ થયો હતો. તેમા 40 વર્ષિય જ્યોર્જ સતત પોલીસ અધિકારીને તેમને ઘૂટણ હટાવવા વિનંતી કરતો હતો. તેણે કહ્યું હતું કે ‘તમારો ઘૂટણ મારી ગર્દન પર છે. હું શ્વાસ લઈ શકતો નથી…’ધીમે ધીમે તેને પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધુ હતું. ત્યારબાદ અધિકારી કહે છે, ઉભોથા અને કારમાં બેસ પણ તેને કોઈ જ પ્રતિક્રિયા ન આપી. હોસ્પિટલમાં ફ્લોયડનું મૃત્યુ થયું હતું.

 

ફ્લોયડના સમર્થનમાં વિશ્વભરમાં વિરોધ

ફ્લોયડના મોત બાદ કેલિફોર્નિયા, કોલોરાડો, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઈલિનોય, કેન્ટકી, મિનેસોટા, ન્યૂયોર્ક, ઓરેગન, પેન્સિલ્વેનિયા, સાઉથ કેરોલિના, ઉટાહ, વોશિંગ્ટન, વિસ્કોન્સિનમાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. 140થી વધારે શહેરોમાં  વંશીય ભેદભાવ વિરુદ્ધ હિંસક દેખાવો થયા હતા. સરાકરે 40થી વધારે શહેરમાં કર્ફ્યૂ લાદ્યો હતો. અમેરિકા ઉપરાંત વિશ્વભરમાં વિરોધ શરૂ થયો હતો. બ્રિટન, જર્મની, ફ્રાંસ, સ્પેન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, જાપાન, ડેનમાર્ક, નેધર્લેન્ડ, ફિનલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં હજારો લોકોએ વિરોધ દર્શાવવા માટે માર્ગો પર ઉતરી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here