વંદે ભારત મિશનમાં અવરોધ : અમેરિકાએ એર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુક્યો,

0
0

અમેરિકાએ ભારતની સ્પેશિયલ ફ્લાઇટ્સને એન્ટ્રી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ આદેશ 30 દિવસમાં અમલમાં આવશે. બ્લૂમબર્ગ મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ભારત એવિએશન એગ્રીમેન્ટને તોડી રહ્યું છે.

ભારતે કોરોના વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરી નથી, પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ જાય છે.

અમેરિકાએ કહ્યું- અમારી એરલાઇન્સને નુકસાન થઈ રહ્યું છે

અમેરિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારત સરકારે એર ઈન્ડિયાના પ્લેનને તેના લોકોને અન્ય દેશોમાંથી લાવવા મોકલે છે, પરંતુ એર ઇન્ડિયા પણ ટિકિટ વેચી રહી છે. બીજી તરફ, ભારતમાં અમેરિકન એરલાઇન્સ પર રોક લગાવવામાં આવી છે. આને કારણે અમેરિકન એરલાઇન્સને સ્પર્ધામાં નુકસાન થઈ રહ્યું છે.

અમેરિકાનો આરોપ છે કે એર ઇન્ડિયા કોરોનાવાયરસથી પહેલાની સરખામણીએ 50% વધુ ફ્લાઇટ્સના શેડયૂલની જાહેરાત કરી રહી છે. એવું લાગે છે કે એરલાઇન્સ દેશના લોકોની વાપસીના નામે લોકોને છેતરી રહી છે.

અમે ત્યારે  પ્રતિબંધ હટાવવાનો વિચાર કરીશું જ્યારે ભારત પણ છૂટ આપે

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટનું કહેવું છે કે, ભારતીય એરલાઇન્સે અમેરિકામાં ઓપરેશન પહેલા અમને કહેવું જોઈતું હતું, જેથી તેમના પર નજર રાખી શકીએ. હવે, અમે ત્યારે જ પ્રતિબંધ હટાવવાનો વિચાર કરીશું જ્યારે ભારતમાં અમેરિકન એરલાઇન્સને ઓપરેશનની છૂટ આપવામાં આવે.

અમેરિકાએ થોડા અઠવાડિયા પહેલા ચીની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં 15 જૂને, બંને વચ્ચે સમજૂતી થઈ હતી કે બંને પક્ષોને અઠવાડિયામાં 4 ફ્લાઇટની મંજૂરી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here