અમેરિકાની કંપની વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે 11,367 કરોડ રૂપિયામાં રિલાયન્સ જિયોનો 2.32 ટકા હિસ્સો ખરીદયો

0
6

મુંબઈ. અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિજિટલ પ્લેફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદયો છે. આ સોદો 11,367 કરોડ રૂપિયામાં થઈ છે. આ રોકાણ જિયો પ્લેટફોર્મ્સના ઈક્વિટી મૂલ્ય 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા પર કરવામાં આવ્યું છે. એક અધિકારીક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. રિલાયન્સ જિયોમાં હિસ્સો ખરીદનારી વિસ્ટા હવે બીજી મોટી કંપની બની ગઈ છે.

વિસ્ટાનું એક મહત્વના પાર્ટનર તરીકે સ્વાગતઃ મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે વિસ્ટાનું એક મહત્વના પાર્ટનર તરીકે સ્વાગત કરતા મને ખુશી થઈ રહી છે. તે વિશ્વના મોટા વિશિષ્ટ ટેક રોકાણકારોમાંથી એક છે. ભારતીયોના લાભ માટે ડિજિટલ ઈકો સિસ્ટમને વિકસિત કરવા અને ટ્રાન્સફોર્મેશનનું કંપનીનું વિઝન છે.

વિશ્વના પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઈઝીઝ સોફટવેર કંપની છે વિસ્ટા

વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સની પાસે 57 બિલિયન ડોલરથી વધુનો અનુમાનિત કેપિટલ કમિટમેન્ટ્સ છે. તેનું ગ્લોબલ નેટવર્ક તેને વિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઈઝીઝ સોફ્ટવેર કંપની બનાવે છે. હાલ વિસ્ટાના પોર્ટફોલિયોની કંપની ભારતમાં કોરોબાર કરી રહી છે જેમાં 13 હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત છે.

10 દિવસથી ઓછા સમયમાં વેચ્યો 13.46 ટકા હિસ્સો

મુકેશ અંબાણી RILને દેવા મુકત કંપની બનાવવા માંગે છે. આ અંતર્ગત રિલાયન્સે જિયોનો હિસ્સો વેચવામાં આવી રહ્યો છે. મુકેશ અંબાણીએ 10 દિવસ થી ઓછા સમયમાં રિલાયન્સ જિયોનો 13.46 ટકા હિસ્સો વેચ્યો છે. સૌથી પહેલા 30 એપ્રિલે ફેસબુકની સાથે વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં હિસ્સો વેચવાથી 60597 કરોડ રૂપિયા મળે છે. ઉલ્લેખનીય છ કે રિલાયન્સ જિયો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની છે.

ગત મહિને ફેસબુકે કર્યું હતું 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું

ગત મહિને જાણીતી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ બાદ જિયો પ્લેટફોર્મમાં ફેસબુકનો 9.99 ટકા હિસ્સો થઈ ગયો છે. 22 એપ્રિલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફેસબુકે આ રોકાણની જાહેરાત કરી હતી. આ ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ હતું.

સિલ્વર લેકે 5656 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

અમેરિકાની ખાનગી ઈક્વિટી રોકાણ કંપની સિલ્વર લેકે રિલાયન્સ જિયોમાં 5656 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું છે. આ રોકાણ બાદ જિયોમાં સિલ્વર લેકનો 1.15 ટકા હિસ્સો થઈ જશે. 4 મેના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યુ 4.90 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈસ વેલ્યુ 5.15 લાખ કરોડ રૂપિયા પર કરવામાં આવ્યું હતું. સિલ્વર લેક વિશ્વની ટેક કંપનીઓમાં રોકાણ કરે છે. તેમાં એયરબીએનબી, અલીબાબા, આન્ટ ફાઈનાન્શિયલ, આલ્ફાબેટની વેરિલી એન્ડ વાયમો યુનિટ્સ, ડેલ ટેક્નોલોજી અને ટ્વીટર અગ્રણી કંપનીઓ છે.

પ્રથમ ત્રિમાસિકમાં 1 લાખ કરોડથી વધુ એકત્રિત કરવાનું લક્ષ્ય

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)ના મધ્યમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમાં ફેસબુક, સાઉદી અરમકો અને બીપીનું રોકાણ સામેલ છે. હવે સિલ્વર લેકના રોકાણનો પણ તેમાં સમાવેશ થયો છે. આ સિવાય રિલાયન્સે તાજેતરમાં જ 53,125 કરોડ રૂપિયાનો રાઈટ્સ ઈશ્યુ લાવવાની જાહેરાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here