રાહત : US કોર્ટે સિટિઝનશિપ ફી વધારવાનો ટ્રમ્પનો પ્રસ્તાવ અટકાવ્યો, જજ જેફરી વ્હાઇટે કહ્યું- ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ રહ્યું

0
8

અમેરિકાની એક કોર્ટે નાગરિકત્વ તથા ઇમિગ્રેશનના અન્ય લાભો માટે ફીમાં ભારે ભરખમ વધારાનો પ્રસ્તાવ અમલમાં આવવાના 3 દિવસ પહેલાં અટકાવી દીધો છે. જજ જેફરી વ્હાઇટે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ રહ્યું છે. વ્હાઇટની નિમણૂક તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે કરી હતી.

નોંધનીય છે કે અમેરિકામાં નાગરિકત્વ, ગ્રીનકાર્ડ તથા હંગામી વર્ક વિઝા આપવા માટે જવાબદાર એજન્સી અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા ફીમાં સરેરાશ 20 ટકા વૃદ્ધિ કરાઇ છે. આ ફેરફારોમાં શરણ માટે અરજી કરનારા પાસેથી 50 ડોલરની વન ટાઇમ ફી લેવાનું સામેલ છે.

તદુપરાંત, શરણ ઇચ્છતા લોકોએ કામ કરવાની મંજૂરી માટે 550 ડોલર અને બાયોમેટ્રિક માહિતી માટે 30 ડોલર ચૂકવવાના રહેશે. નેચરલાઇઝ્ડ સિટિઝન બનવા માટેની ફી 640 ડોલરથી વધારીને 1,170 ડોલર કરવાનું નક્કી કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here