Friday, September 17, 2021
Homeઅમેરિકા : ત્રીજી લહેર વચ્ચે એક ખતરનાક ‘કેન્ડિડા ઓરિસ’ નામની ફંગસે પગપેસારો...
Array

અમેરિકા : ત્રીજી લહેર વચ્ચે એક ખતરનાક ‘કેન્ડિડા ઓરિસ’ નામની ફંગસે પગપેસારો કર્યો

અમેરિકામાં દુનિયાના સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શુક્રવારે અહીં કોરોનાના 67,485 કેસ નોંધાયા. આ છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો આંકડો છે. આ ઉપરાંત ત્રીજી લહેર વચ્ચે અમેરિકામાં એક ખતરનાક અને જીવલેણ ‘કેન્ડિડા ઓરિસ’ નામની ફંગસે પગપેસારો કર્યો છે.

અમેરિકન આરોગ્ય વિભાગના મતે, ડલાસમાં બે હોસ્પિટલો અને વૉશિંગ્ટન ડીસીમાં કેન્ડિડા ઓરિસથી સંક્રમિત 101 દર્દી નોંધાયા છે. તેમાંથી ત્રણ કેસ એવા છે, જેમનામાં તમામ પ્રકારની એન્ટિફંગલ દવા નિષ્ફળ ગઈ હતી. ડલાસની બે હોસ્પિટલમાં પણ કેન્ડિડા ઓરિસના 22 કેસનો ક્લસ્ટર રિપોર્ટ કરાયો છે. તેમાંથી બે કેસ મલ્ટિડ્રગનો સામનો કરી શકે એવા છે.

ચિંતાની વાત એ છે કે, આ ફંગસ દર્દીઓમાંથી ઝડપથી ફેલાઈ રહી છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ આ ફંગસને ‌‌વૈશ્વિક આરોગ્ય માટે ખતરાજનક ગણાવ્યું છે. સીડીસીનું કહેવું છે કે, આ ફંગસ શરીરમાં પ્રવેશીને નસોમાંથી ફેલાય છે. તેનાથી પ્રભાવિત દર્દીઓથી બચવું મુશ્કેલ છે. આ ફંગસ પર એન્ટિફંગલ દવાઓની કોઈ અસર જ થતી નથી.

આ ફંગ દર્દીના મોત પછી પણ જીવે છે. નિષ્ણાતો કહે છે કે, કેન્ડિડા ઓરિસ યીસ્ટનું એક ખતરનાક સ્વરૂપ છે. તે ગંભીર મેડિકલ કંન્ડિશન ધરાવતા દર્દીઓ માટે ખતરનાક છે. ઠંડી લાગવી, તાવ આવવો તેના સામાન્ય લક્ષણો છે. એન્ટિબાયોટિક સારવાર પછી પણ આ ફંગસના દર્દીમાં સુધારો નથી થતો. કેન્ડિડા ઓરિસ દર્દીઓને ઓળખવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ એક એવી ફંગસ છે, જે સામાન્ય રીતે હોસ્પિટલના વાતાવરણમાં હાજર રહે છે અને નબળી ઈમ્યુનિટી ધરાવતા દર્દીઓને શિકાર બનાવે છે.

બીજી તરફ, સીડીસીના ડિરેક્ટર રોશેલે વેલેંસ્કીએ કહ્યું કે, અમેરિકામાં રસીકરણ નહીં કરાવવાની મહામારી ચાલુ છે. કારણ કે, હાલ દેશમાં રોજ 5.1 લાખને રસી અપાય છે, જે એપ્રિલની દૈનિક સરેરાશથી 85% ઓછી છે.

બ્રિટનમાં કેસ ઘટ્યાં, પરંતુ ગયા મહિને વધેલા સંક્રમણના કારણે ફૂડ ચેઈન સપ્લાય ઠપ
બ્રિટનમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. શુક્રવારે અહીં 36,389 કેસ મળ્યા છે. જોકે, ચાર મહિનામાં આશરે 10 હજાર કર્મચારી સંક્રમિત થવાથી અહીં ફૂડ ચેઈન સપ્લાય પર મોટી અસર પડી છે. અનકે સુપરમાર્કેટો ખાલી થઈ ગયા છે. દૂધ સહિત જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે. આ દરમિયાન બ્રિટીશ સરકારે પણ સ્થિતિ કાબુમાં લેવાનું શરૂ કર્યું છે. એ માટે નવા કર્મચારીઓને જવાબદારી અપાઈ રહી છે.

ઈન્ડોનેશિયા દુનિયાનો બીજો દેશ, જ્યાં અમેરિકા પછી સૌથી વધુ કોરોના દર્દી નોંધાઈ રહ્યા છે
ઈન્ડોનેશિયામાં શુક્રવારે કોરોનાના 49,071 કેસ નોંધાયા. ઈન્ડોનેશિયા દુનિયાનો બીજો દેશ છે, જ્યાં અમેરિકા પછી સૌથી વધુ કોરોના દર્દી નોંધાઈ રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ઈન્ડોનેશિયાની 14% વસતીને રસીનો એક અને 6.4%ને બંને ડોઝ અપાયા છે. પરંતુ મોટા ભાગનાને ચીનની સિનોવૈક રસી અપાઈ છે, જે ડેલ્ટા વેરિયેન્ટ સામે કારગર નથી. તેના કારણે કેસ સતત વધી રહ્યા છે.

પાકિસ્તાન દુનિયાનો 30મો દેશ, જ્યાં કોરોનાના કેસ 10 લાખથી વધારે થઈ ગયા
પાકિસ્તાનમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 લાખની પાર થઈ ગઈ છે. પાકિસ્તાન દુનિયાનો 30મો દેશ છે, જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ છે. પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1425 કેસ સામે આવ્યા છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે, દેશમાં કોરોના પોઝિટિવ દર 100 ટેસ્ટમાંથી છ છે. અહીં કરાચી શહેરમાં ડેલ્ટા વેરિયેન્ટે તબાહી મચાવી છે.

બાંગ્લાદેશમાં અત્યાર સુધીનું સૌથી કડક લૉકડાઉન, રસ્તા પર સેનાના જવાનો તહેનાત
બાંગ્લાદેશમાં બકરી ઈદ નિમિત્તે પ્રતિબંધોમાં એક સપ્તાહની ઢીલ પછી અત્યાર સુધીનું સૌથી કડક લૉકડાઉન જાહેર કરાયું છે. તે 5 ઓગસ્ટથી લાગુ રહેશે. આ માટે રસ્તા પર પણ સેનાના જવાનો તહેનાત કરાયા છે. ઢાકાના એક પોલીસ અધિકારીએ શુક્રવારે કહગ્યું કે, જ્યાં સુધી બહુ જરૂરી નહીં હોય, ત્યાં સુધી કોઈને પણ બહાર જવાની મંજૂરી નહીં મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments