કોરોના ઈમ્પેક્ટ : દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાના GDPમાં જૂન કવાર્ટરમાં ઐતિહાસિક 31.7%નો ઘટાડો થયો

0
3

કોરોના વાયરસ મહામારીના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થામાં અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો નોંધાયો છે. અમેરિકાના વાણીજ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ-જૂન કવાર્ટરમાં અર્થતંત્રમાં 31.7%નો ઘટાડો થયો છે. અગાઉ 1958માં અમેરિકન GDPમાં 10%નો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં 5%નો ઘટાડો થયો હતો. અમેરિકામાં ફેબ્રુઆરીથી કોરોનાના કેસ આવવાના શરુ થયા હતા અને ત્યારબાદથી ત્યાં લાખો લોકોએ નોકરી ગુમાવી છે.

હાલમાં રિકવરીની કોઈ અપેક્ષા નથી

અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે અમેરિકાની ઇકોનોમીમાં હાલ તુરત રિકવરી આવવાની કોઈ અપેક્ષા નથી કેમકે કોરોનાનું સંક્રમણ ઘટ્યું નથી પણ સરકાર તરફથી મળતી રાહત અટકી ગઈ છે. ઓક્સફર્ડ ઇકોનોમિકસના સિનિયર એનાલિસ્ટ લિડિયા બોસોરે કહ્યું કે, આપણી સામે ચાર મોટા પડકારો છે, આર્થિક રાહતનો અભાવ, ફ્લુની સિઝનમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો, ચુંટણીની અનિશ્ચિતતા અને ચીનની સાથે વધતા વ્યાપારિક તણાવ.

દર સપ્તાહે 10 લાખ લોકો જોબલેસ બેનિફિટ માટે અરજી કરે છે

અમેરિકામાં દર સપ્તાહે લગભગ 10 લાખ લોકો જોબલેસ બેનિફિટ માટે અરજી કરે છે, જયારે બેરોજગારોને મળતી સહાયમાં ઘટાડો થયો છે. ગ્રાહકોના વિશ્વાસમાં ઘટાડો થયો છે. શેરબજાર અને મકાનોના વેચાણમાં તેજી આવી છે. અર્થવ્યવસ્થા સ્થિર થવાના સંકેતો મળી રહ્યા છે અને લાખો લોકોને ભાડેના મકાનોમાંથી કાઢી નાખવાનો ભય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here