અમેરિકાએ સીરિયામાં હવાઈ અટેક કર્યા, ઈરાન સમર્થક આતંકી ઠેકાણાને ઉડાવ્યા

0
36

20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેનાર જો બાઈડને પહેલું મિલેટ્રી એક્શન લીધું છે. શુક્રવારે સવારે અમેરિકન એરફોર્સે સીરિયામાં હુમલા કર્યા. આ હુમલો સીરિયાના એ બે વિસ્તાર એટલે કે એવા અડ્ડા પર કરવામાં આવ્યો છે, જે ઈરાન સમર્થિત આતંકી જૂથોના કબજામાં છે અને જ્યાંથી બે સપ્તાહમાં બે વખત ઈરાકમાં અમેરિકન એરબેઝ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે અમેરિકન એરસ્ટ્રાઈકમાં આતંકી જૂથોને કેટલું નુકસાન થયું.

ઘણા આંતકી ઠાર મરાયા

વાતચીતમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું કે, હુમલામાં ઘણા આતંકી માર્યા ગયા છે. તેમને ઘણું નુકસાન થયું છે. તેમના અડ્ડાને તબાહ કરી દેવાયા છે. આનાથી વધુ માહિતી હાલ આવી નથી. અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે આ પ્રકારની આતંકી હરકતો અમેરિકા સહન નહીં કરી શકે. અમારા રક્ષામંત્રી જનરલ લોયડ ઓસ્ટિન પહેલા જ આ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડવાનું કોઈ પણ કાવતરું સફળ નહીં થવા દેવામાં આવે.

આ હુમલો દુનિયાને સંદેશ છે

બાઈડનને ટ્રમ્પની તુલનામાં સોફ્ટ પ્રેસિડેન્ટ કહેવામાં આવી રહ્યાં છે. તેમને પદ સંભાળ્યા પછી ઈરાન અંગે સખત વલણ બતાવ્યું છે. ઈરાને આતંકી જૂથોને બે સપ્તાહ દરમિયાન બે વખત ઈદલિબમાં અમેરિકન એરબેઝ પાસે હુમલા કર્યા હતા. એક વ્યક્તિનું મોત પણ થયું હતું. CNNના રિપોર્ટ પ્રમાણે, અમેરિકન હુમલો સ્પષ્ટ રીતે દુનિયાના એવા દેશોને એવો મેસેજ આપે છે કે કોઈ પણ પ્રકારની આતંકી હરકતો ચલાવી લેવાશે નહીં. પેન્ટાગનના પ્રવક્તા માઈક કિર્બીએ કહ્યું કે, આ હુમલા રાષ્ટ્રપતિના ઓર્ડર પર કરાયા છે.

ઈરાનથી તણાવ વધશે

સીરિયામાં ઈરાનના આતંકી જૂથોના ઘણા ઠેકાણા છે. જેનો ઉપયોગ સીરિયન સરકાર અને સેના કરે છે. અહીંથી ઈરાકમાં હાજર અમેરિકન ફોજીઓને પણ નિશાન બનાવવામાં આવે છે. જો કે, ઈરાન સરકારે હંમેશા આ પ્રકારના હુમલામાં પોતાનો હાથ ન હોવાની વાત કહી છે, પણ અમેરિકન સરકારે દાવો કર્યો છે કે ઈરાનની મદદ વગર તેને અંજામ આપવો અશક્ય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલા જ તણાવ છે. ઈરાન તેના પરમાણું હથિયાગર પ્રોગ્રામ ઝડપથી વધારી રહ્યો છે. અમેરિકાના આ હુમલા પછી એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે બન્ને દેશો વચ્ચે તણાવ વધશે અને ઈરાનની આ ગેરસમજણ પણ દૂર થઈ જશે કે બાઈડન જૂની સમજૂતી લાગુ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here