અમેરિકા : બેકારીના લાભો મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યા ગટી

0
0

બેકારીના લાભો મેળવવા માટે અરજી કરનારા અમેરિકનોની સંખ્યા કોરોના મહામારી શરૃ થઇ તે સમયથી અત્યાર સુધીની સૌથી ઓછી નોંધવામાં આવી છે. આ સંખ્યા ઘટવાને કારણે પુરવાર થઇ રહ્યું છે કે અમેરિકન અર્થતંત્ર ધીમે ધીમે કોરોના મહામારીની મંદીમાંથી બહાર આવી રહ્યું છે.

લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ગત સપ્તાહમાં જોબ લેસ ક્લેઇમની સંખ્યા ૨૬૦૦૦ ઘટીને ૩,૬૦,૦૦૦ થઇ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૃઆતમાં જાન્યુઆરીમાં આ સંખ્યા ૯,૦૦,૦૦૦ પર પહોંચી ગઇ હતી.

અમેરિકન અર્થતંત્ર જે ઝડપથી મંદીમાંથી બહાર આવી રહ્યું છે તેના પરથી એવુ લાગી રહ્યું છે કે અમેરિકન અર્થતંત્ર ચાલુ વર્ષે સાત ટકાના દરે વિકાસ કરશે. જે ૧૯૮૪ પછીનો સૌથી ઉંચો વિકાસ દર હશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સીનેશનને કારણે કોરોનાના નવા કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં એક સપ્તાહમાં સરેરાશ ૨,૫૦,૦૦૦ કેસો નોંધવામાં આવતા હતાં જે હવે ઘટીને ૨૫,૦૦૦ થઇ ગયા છે.

કોરોના કટોકટી હળવી બનતા અમેરિકનો પોેતાના ઘરોમાંથી બહાર નીકળીને લોકડાઉનમાં જે વસ્તુઓ કરી શક્યા નથી તે કરી રહ્યાં છે. અમેરિકનો હવે બહાર રેસ્ટોરન્ટમાં જમી રહ્યાં છે, ડ્રિન્ક્સ લઇ રહ્યાં છે, સ્પોર્ટ્સ અને એન્ટરટેઇન્મેન્ટ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં છે, વેકેશન પર જઇ રહ્યાં છે અને શોપિંગ કરી રહ્યાં છે. આ તમામ વસ્તુઓ અમેરિકનો લોકડાઉન દરમિયાન કરી શક્યા ન હતાં.

મે મહિનામાં વિક્રમજનક ૯૨ લાખ નોકરીની તકો સર્જાઇ હતી. ઉદ્યોગોમાં કામદારોની અછતને પગલે કંપનીઓ કર્મચારીઓનું વેતન પણ વધારી રહી છે. ૅજો કે હજુ પણ કેટલાક કર્મચારીઓ આરોગ્યની ચિંતાને પગલે નોકરી પર જવાનું ટાળી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ પોતાના બાળકોની દેખભાળ રાખવા માટે નોકરી પર જઇ રહી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here