અમેરિકા : ફાઇઝર અને મોડર્નાની વેક્સિન પહેલા ડોઝ પછી 80% અસરકારક, બીજા ડોઝ પછી સંક્રમણનું રિસ્ક 90% ઓછું

0
3

કોરોનાની બીજી લહેર વચ્ચે અમેરિકન કંપની ફાઈઝર અને મોડર્નાની વેક્સિન વિશે સારા ન્યૂઝ સામે આવ્યા છે. અમેરિકામાં કરવામાં આવેલા એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને કંપનીઓની વેક્સિન પહેલા ડોઝ પછી ઘણી અસરકારક છે. આ વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી સંક્રમણનું જોખમ 80% સુધી ઘટી જાય છે, જ્યારે બીજો ડોઝ લીધાનાં બે સપ્તાહ પછી જોખમ 90% સુધી ઘટી જાય છે.

4000 લોકો પર કરવામાં આવ્યો સ્ટડી

અમેરિકામાં 4000 એવા લોકો, જેમને વેક્સિન આપવામાં આવી છે તેમના પર રિસર્ચ કર્યા પછી આ પરિણામ સામે આવ્યું છે. આ સ્ટડીમાં હેલ્થકેરવર્કર્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્ટડીમાં યુએસ સેન્ટરર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)નો છે. એમાં ઈવેલ્યુશન કરવામાં આવ્યું છે કે સંક્રમણથી બચાવવામાં વેક્સિન કેટલી અસરકારક છે. CDCના ડિરેક્ટર રોશેલ વેલેંસ્કીનું કહેવું છે કે આ સ્ટડીથી ખ્યાલ આવે છે કે આપણે કરેલા વેક્સિનના પ્રયત્નો સફળ થઈ રહ્યા છે.

આ સ્ટડી 14 ડિસેમ્બર 2020થી 13 માર્ચ 2021 દરમિયાન કરવામાં આવ્યો છે. એનાં પરિણામ સોમવારે જાહેર કરવામાં આવશે. આ સ્ટડીમાં બંને કંપનીઓની ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભારતમાં હજી ફાઈઝર અને મોડર્ના વેક્સિનને મંજૂરી મળી નથી. અહીં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ફાઈઝરની વેક્સિનની સાઇડ-ઇફેક્ટ્સ

ફાઈઝરની વેક્સિન પર અંદાજે 3 મહિના સુધી સવાલ ઊભા થયા હતા, જ્યારે ફિનલેન્ડ અને બુલ્ગારિયામાં વેક્સિનની સાઇડ ઈફેક્ટ્સ સામે આવી હતી. ડ્રેગ્સ એજન્સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બોગ્ડન કિરિલોવે જણાવ્યું હતું કે બુલ્ગારિયામાં જે 4 લોકોમાં વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી હતી તેમાંથી બે લોકોએ દુખાવાની અને બે લોકોએ સુસ્તી અને તાવની ફરિયાદ કરી હતી. ફિનલેન્ડમાં પણ પાંચ લોકોને ગંભીર સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી હતી.

કેનેડામાં 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાજેનેકા વેક્સિન આપવા પર પ્રતિબંધ

કેનેડામાં 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિન આપવામાં આવશે નહીં. માનવામાં આવે છે કે બ્લડ ક્લોટ જેવી સાઈડ ઈફેક્ટ્સની ફરિયાદ મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં વેક્સિનેશન માટે બનાવવામાં આવેલી એડવાઇઝરી કમિટીએ આ પ્રતિબંધ લગાવ્યો છે.

15થી વધારે દેશોમાં એસ્ટ્રાજેનેકા વેક્સિન પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે. આ પહેલાં જર્મની, ઈટાલી અને ફ્રાન્સ સહિત 15થી વધુ દેશોમાં એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જે હવે હટાવી દેવામાં આવ્યો છે. વેક્સિન પર પ્રતિબંધ લગાવવા પાછળનો દાવો હતો કે વેક્સિન લગાવ્યા પછી અમુક લોકોના શરીરમાં બ્લડ ક્લોટિંગ થઈ રહ્યા છે. જોકે આ વાતના પૂરતા પુરાવા નથી મળ્યા કે આવું વેક્સિન લગાવ્યા પછી જ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here