અમેરિકાના રાષ્ટ્રપતિએ ઇમિગ્રેશન અને વર્ક વિઝા પરના પ્રતિબંધો 31 માર્ચ 2021 સુધી લંબાવ્યા

0
8

નવા વર્ષ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પે અપ્રવાસિઓ એટલે કે ઇમિગ્રેટ્સને મળતા વિઝા પર રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. ગુરુવારે રાત્રે જાહેર કરાયેલ એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ઇમિગ્રેશન અને વર્ક વિઝા પરના નિયંત્રણો 31 માર્ચ સુધી વધારી દીધા છે. જેના કારણે ગ્રીન કાર્ડની આશા રાખતા લોકોને ઝટકો લાગ્યો છે. અમેરીકામાં ઇમિગ્રેંટસને મળતા વિઝા પર પરના પ્રતિબંધો લંબાવતા ભારતીય વેપારીઓને ટ્રમ્પે ઝટકો આપ્યો છે.

છેલ્લી ઘડીનો નિર્ણય

ટ્રમ્પ વહીવટીતંત્રએ પ્રથમ વખત આ વિઝા પર પ્રતિબંધ એપ્રિલથી જૂન સુધી લગાવ્યો હતો. જૂનમાં તેને 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે જ્યારે ટ્રમ્પની વાઇટ હાઉસથી વિદાય થવાની નાકી છે, ત્યાતે તેમણે અમેરિકનોને લોભાવવા માટેનો ફરી પ્રયાસ કર્યો છે. ઇમિગ્રેશન અને વર્ક વિઝા પર પ્રતિબંધ ત્રણ મહિના વધુ લંબાવવામાં આવ્યા છે.

નિર્ણય માટેનું કારણ શું છે

 

CNNના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અમેરિકન નાગરિકોને વધુ નોકરી અને તકો મળે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓને વધુ મુશ્કેલીઓ પડશે. .હવે તેઓએ માર્ચ સુધી રાહ જોવી પડશે. અસ્થાયી રૂપે, રોજગારની શોધમાં અમેરિકા જતા લોકોને પણ હવે ત્રણમહિનાઓ સુધી રાહ જોવી પડશે. ટ્રમ્પે જૂનમાં જ કહ્યું હતું કે મહામારીને કારણે અમેરિકન લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે. તેથી, અમે દરેક નિર્ણય લઈશું કે અમેરિકા અને અમેરિકન લોકોના હિતમાં રહેશે.

બાઈડેનનો માત્ર મૌખિક વિરોધ

રાષ્ટ્રપતિ ઇલેકટ જો બાઈડેન 20 જાન્યુઆરીએ શપથ લેશે. તેમણે જૂન અને ત્યારબાદ ઓક્ટોબરમાં આ અભિયાન દરમિયાન તેમણે આ પ્રતિબંધોનો વિરોધ કર્યો હતો. જો કે, તે હજી પણ સ્પષ્ટ નહીં કે બાઇડેન રાષ્ટ્રપતિ બન્યા પછી આ નિર્ણયમાં પલટાવ કરશે. મોટાભાગના અમેરિકનો ટ્રમ્પના આ પગલાને સમર્થન આપશે. કારણ એ છે કે હવે અમેરિકામાં હજી પણ લગભગ 20 કરોડ લોકો બેકારી ભથ્થાઓ પર જિંદગી ગુજારી રહ્યા છે.

ઓક્ટોબરમાં કેલિફોર્નિયાની એક અદાલતે ટ્રમ્પના નિર્ણયને એકતરફી જણાવતા તેના પર રોક લગાવી હતી. કોર્ટે કહ્યું હતુ- તેના દ્વારા નુકસાન થશે, તેની ભરપાઈ કરવી અશક્ય રહશે. કોર્ટના આ નિર્ણય સામે અમેરિકાના ન્યાય વિભાગે સર્કિટ કોર્ટ એટલે કે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. તેણે સ્ટે આપ્યો. આગામી સુનાવણી19 જાન્યુઆરીએ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here