કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા પાક.ની અમેરિકાને વિનંતી

0
10

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરૈશીએ અમેરિકાને આગ્રહ કર્યો કે તે કાશ્મીર મુદ્દે મંત્રણા શરૂ કરવા માટે ભારતને મનાવે. કુરૈશીનું આ નિવેદન એવા સમયે ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની ઓફર કરી હતી.પાકિસ્તાની અખબારો સાથેની વાતચીતમાં કુરૈશીએ કહ્યું કે ભારતે કાશ્મીર મુદ્દે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઓફર પર પ્રશ્નાર્થ સર્જ્યો છે.

કુરૈશીએ બણગા ફૂંકતા કહ્યું કે ભારત કાશ્મીર મુદ્દે મંત્રણાથી અંતર જાળવી રહ્યું છે અને તે આ સમસ્યાના સમાધાનનું ઇચ્છુક નથી.. કુરૈશીએ કહ્યું કે ભારત સરળતાથી વાતચીત માટે રાજી નહીં થાય. જેથી અમેરિકા પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ભારતને તેના માટે રાજી કરે. પાકિસ્તન કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને એક પત્ર પણ લખશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની રજુઆત કરનારા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત પોતાની વાતને પુનરાવર્તિત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મધ્યસ્થતાને લઈને નરેન્દ્ર મોદીએ નિર્ણય લેવાનો છે. મેં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે વાત કરી છે ત્યારે હવે એવું લાગે છે કે બંનેએ સાથે આવવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો ભારત ઈચ્છે તો તે મધ્યસ્થી કરવા તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here