અમેરિકી સંશોધકોનો દાવો, વિટામિન-એ સ્કિન કેન્સર થવાનું જોખમ 17% સુધી ઘટાડી દે છે

0
92

હેલ્થ ડેસ્કઃ સ્કિન કેન્સર થતું અટકાવવું હોય તો ડાયટમાં વિટામિન-એથી ભરપૂર વસ્તુઓ સામેલ કરો. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા તાજેતરના અભ્યાસ મુજબ, વિટામિન-એ 17% સુધી સ્કિન કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. સંશોધકો અનુસાર, વિટામિન-એ ત્વચા અને શરીરના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

1,978 લોકોમાં જોવા મળ્યું સ્કિન કેન્સર
બ્રાઉન યુનિવર્સિટીના અસોસિયેટ પ્રોફેસર યુનિઆંગ ચોના જણાવ્યા અનુસાર, સ્કિન કેન્સરમાં સ્ક્વેમસ સેલ કાર્સિનોમા પણ સામેલ છે, જેને અટાકવવું બહુ અઘરું છે. પરંતુ આ સંશોધન દર્શાવે છે કે, જો આહારમાં વિટામિન-એ સામેલ કરવામાં આવે તો આનું જોખમ ઘટાડી શકાય છે. વિટામિન-એ લેવાથી સૂર્યના કિરણોથી શરીર પર થતી નકરાત્મક અસર ઘટી જાય છે.

અમેરિકન મેડિકલ અસોસિએશન ડર્મેટોલોજીના જણાવ્યા અનુસાર, આ સંશોધન લાંબા સમય સુધી ચાલ્યું છે. વર્ષ 1984થી 2012 સુધી ચાલેલું આ રિસર્ચ 1,21,700 મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષ 1986થી 2012 દરમિયાન થયેલા સંશોધનમાં 51,529 અમેરિકન પુરુષોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના ડાયટમાં વિટામિન-એથી ભરપૂર ફળો અને શાકભાજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંશોધનમાં સામેલ મહિલાઓ અને પુરુષોના આહાર અને સ્કિન કેન્સર વચ્ચેનો સંબંધ સમજવામાં આવ્યો હતો.

સંશોધનમાં 1,23,000 ગોરા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમના પૂર્વજોમાં કેન્સરની કોઈ હિસ્ટ્રી નહોતી. આવા ગોરા લોકોમાં સ્કિન કેન્સર થવાનું જોખમ અન્ય લોકોની સરખામણીએ વધુ જોવા મળ્યું. સંશોધનમાં સામેલ 1,978 લોકોમાં સ્ક્વેમસ સેલ કાર્સિનોમાના કેસો મળી આવ્યા હતા. આ સ્કિન કેન્સરનો એક પ્રકાર છે, જેમાં કેન્સરગ્રસ્ત કોષો એટલા ઝડપથી વિકસે છે કે તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે. આહારમાં શરીરમાં વિટામિન-એ મેળવવા ડાયટમાં ગાજર, મગફળી, બદામ, બ્રોકોલી અને ચણાનો સમાવેશ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here