અમેરિકાના વિદેશમંત્રીએ જણાવ્યું, કોરોના મહામારીના કપરાકાળમાં જે પ્રમાણે ભારતે સહાયતા કરી, એને ક્યારેય પણ ભૂલશે નહીં

0
1

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકેને શુક્રવારે જણાવ્યું હતું કે કોરોના મહામારીના કપરાકાળમાં જે પ્રમાણે ભારતે અમેરિકાની સહાયતા કરી હતી, એને ક્યારેય પણ અમેરિકા ભૂલશે નહીં. અમે ઇચ્છીએ છીએ કે આવી જ રીતે અમે પણ ભારતની સહાયતા કરીએ.

બ્લિંકને આ વાત અમેરિકાના પ્રવાસ પર ગયેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની સાથે મુલાકાત દરમિયાન કહી હતી. બ્લિંકેને જણાવ્યું હતું કે અત્યારના સમયમાં ભારત અને અમેરિકા વિવિધ પડકારોનો સામનો એકસાથે મળીને કરી રહ્યા છે. બંને દેશોની પાર્ટનરશિપ મજબૂત હોવાથી અમે કોરોનાકાળમાં પણ એકસાથે રહીને કાર્ય કરી રહ્યા છીએ. ભવિષ્યમાં આનાં સારાં પરિણામ જોવા મળશે.

જયશંકરે જૉ બાઇડન પ્રશાસનની પ્રશંસા કરી

જયશંકરે પણ ભારતને જે પ્રમાણે અમેરિકાએ સહાયતા કરી એનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમમે જૉ બાઇડન પ્રશાસનની પ્રશંસા પણ કરી હતી. જયશંકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બંને દેશો પાસે ચર્ચા કરવાના ઘણા મુદ્દાઓ છે. છેલ્લા વર્ષથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા છે, જેને કારણે આ પ્રક્રિયા આગળ પણ યથાવત્ રહેશે.

વેક્સિન પાર્ટનરશિપ પર પણ ચર્ચાઓ

જયશંકરે બ્લિંકેન સાથેની મુલાકાતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશિત કરી હતી. તેમણે ભારતમાં વેક્સિનના ઉત્પાદનને ઝડપી બનાવવા માટે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઈન્ડો પેસેફિક, ક્વાડ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, UNSC સંબંધિત કેસો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાનો અંગે ચર્ચા હાથ ધરાઇ હતી.

શુક્રવારે વોશિંગ્ટનમાં યુએસ સંરક્ષણ સચિવ ઓસ્ટિન (ડાબે) સાથે ભારતના વિદેશમંત્રી જયશંકર.
શુક્રવારે વોશિંગ્ટનમાં યુએસ સંરક્ષણ સચિવ ઓસ્ટિન (ડાબે) સાથે ભારતના વિદેશમંત્રી જયશંકર.

જયશંકરે અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીની મુલાકાત લીધી

બ્લિંકેન સાથે મુલાકાત પહેલાં જયશંકરે શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને ડિફેન્સ સેક્રેટરી ઓસ્ટિનની મુલાકાત લીધી હતી. ઓસ્ટિન અને જયશંકર વચ્ચે ઘણી લાંબી ચર્ચાઓ થઇ હતી. આ દરમિયાન દક્ષિણ એશિયા અને ખાસ કરીને અફઘાનિસ્તાનના મુદ્દા પર ભાર મુકાયો હતો. હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ચીનની ગતિવિધિઓ પર પણ ચર્ચાઓ કરી હતી.

યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે જયશંકર.
યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે જયશંકર.

ચીનની વધતી ગતિવિધિઓને કારણે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ રહી

જાન્યુઆરીમાં જૉ બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતીય કેબિનેટ મંત્રીની આ પહેલી મુલાકાત છે. આ મુલાકાત એ અર્થમાં પણ મહત્ત્વપૂર્ણ છે કે ચીન ભારતીય અને પ્રશાંત મહાસાગરોમાં પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરી રહ્યું છે. ગુરુવારે જયશંકર અને ઓસ્ટિનની બેઠકના એક દિવસ પહેલાં ચીનના સંરક્ષણ મંત્રાલયે ભારતીય અને પ્રશાંત મહાસાગરોમાં કોઈપણ બહારની શક્તિની દખલ અટકાવવા માગ કરી હતી, જેમાં સીધું નામ અમેરિકાનું લેવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here