Saturday, April 20, 2024
Homeકોરોના : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની પ્રેસ સેક્રેટરી સંક્રમિત; અહીં 78 હજાર...
Array

કોરોના : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની પ્રેસ સેક્રેટરી સંક્રમિત; અહીં 78 હજાર 615 લોકોના મોત

- Advertisement -
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 40.13 લાખ કેસ, 2.76 લાખ લોકોના મોત
  • ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 243 લોકોના મોત; ચીનમાં માત્ર 15 એક્ટિવ કેસ
  • ફ્રાન્સમાં 1.76 લાખ કેસ, 26 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા
  • ચીનમાં કુલ કેસ 82 હજાર 887 નોંધાયા, જેમાં 78 હજાર 46ને રજા અપાઈ

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 40 લાખ 12 હજાર 837 કેસ નોંધાયા છે. 2 લાખ 76 હજાર 216 લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખ 85 હજાર 141 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. શુક્રવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની પ્રેસ સેક્રેટરી કેટી મિલરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મિલર વ્હાઈટ હાઉસની બીજી મોટી અધિકારી છે. જો કે તે ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પના સંપર્કમાં આવી ન હતી. કોરોનાને લઈને વ્હાઈટ હાઉસમાં વધારે સાવધાની રખાઈ રહી છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 13 લાખ 21 હજાર 785 કેસ નોંધાયા છે. જેમા 78 હજાર 615 લોકોના મોત થયા છે.

વ્હાઈટ હાઉસના કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસ અને ગ્લોબલ ઈકોનોમી અંગે જર્મની અને સાઉદી અરેબિયા સહિતના વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી છે.

અમેરિકાએ ચીનના પત્રકારોના વીઝાની સમયમર્યાદા ઘટાડી
શુક્રવારે અમેરિકાએ ચીનના પત્રકારોના વીઝાની સમયમર્યાદા ઘટાડી છે. હવે તેઓ માત્ર ત્રણ મહિના માટે અમેરિકાના વીઝા લઈ શકશે. હાલ વિદેશી મીડિયાના પ્રતિનિધિઓ માટે સમયમર્યાદા નથી. પણ ચીનના પત્રકારોને આ લાગું પડશે નહીં.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 243 લોકોના મોત થયા છે. આ સાથે અહીં કુલ મૃત્યુઆંક 26 હજાર 200 થયો છે. અહીં 17 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. ધીમે ધીમે હવે તેમા છૂટ અપાઈ રહી છે.
હોંગકોંગમાં શુક્રવારે તમામ જીમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખુલ્યા છે. જોકે અહીં આવનાર લોકોએ ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવાનું રહેશે. ચીનમાં હાલ માત્ર 15 જ એક્ટિવ કેસ છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 1,321,785 78,615
સ્પેન 260,117 26,299
ઈટાલી 217,185 30,201
બ્રિટન 211,364 31,241
રશિયા 187,859 1,723
ફ્રાન્સ 176,079 26,230
જર્મની 170,588 7,510
બ્રાઝીલ 146,894 10,017
તુર્કી 135,569 3,689
ઈરાન 104,691 6,541
ચીન 82,887 4,633
કેનેડા 66,434 4,569
પેરુ 61,847 1,714
ભારત 59,695 1,985
બેલ્જિયમ 52,011 8,521
નેધરલેન્ડ 42,093 5,359
સાઉદી અરબ 35,432 229
મેક્સિકો 31,522 3,160
સ્વિત્ઝરલેન્ડ 30,207 1,823
પોર્ટુગલ 27,268 1,114
પાકિસ્તાન 26,435 599
ચીલી 25,972 294
સ્વીડન 25,265 3,175
આયર્લેન્ડ 22,541 1,429
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular