Saturday, September 25, 2021
Homeઅમેરિકા : ફ્લાઈટમાં પેસેન્જર્સના ફોનમાં ટૉય ગનનો ફોટો રિસીવ થયો
Array

અમેરિકા : ફ્લાઈટમાં પેસેન્જર્સના ફોનમાં ટૉય ગનનો ફોટો રિસીવ થયો

તમે એરોપ્લેનમાં બેસેલા હો અને પ્લેન ટેક ઓફ કરવાની તૈયારીમાં જ હોય અને અચાનક તમારા ફોનમાં કોઈ હથિયારનો ફોટો મોકલી દે તો?! સ્વાભાવિક વાત છે કે તમે ગભરાઈ જશો અને બૂમો પાડવા લાગશો આવી ઘટના યુનાઈટેડ એરલાઈન્સની એક ફ્લાઈટમાં થઈ છે. પેસેન્જરને પ્લેન ટેક ઓફ થાય તેની ગણતરીની મિનિટ પહેલાં Airdropsથી ગનનો ફોટો રિસીવ થયો.

ટીનેજરની ભૂલને કારણે તમામ પેસેન્જર્સને ટૉય ગનનો ફોટો સેન્ડ થઈ ગયો
આ ફ્લાઈટ સેન ફ્રાન્સિસ્કોથી ઓર્લાન્ડો જઈ રહી હતી. જોકે નવાઈની વાત એ છે કે પેસેન્જરના ફોનમાં આવેલા ગનનો ફોટો વાસ્તવિક બંદૂકનો નહોતો, પંરતુ તે એક ટૉય ગન હતી. એક ટીનેજરે ભૂલથી AirDrop ફીચર દ્વારા ટૉય ગનનો ફોટો અન્ય પેસેન્જરના ફોનમાં મોકલી દીધો હતો.

ફ્લાઈટમાં અનેક પેસેન્જર પાસે આઈફોન હતો. આ ટૉય ગનનો ફોટો આઈફોન ધરાવતા તમામ પેસેન્જરને AirDrops થ્રુ સેન્ડ થઈ ગયો. ફ્લાઈટ અટેન્ડન્ટ્સ આ ઘટના વિશે તમામ લોકોને જાગૃત કરે તેના પહેલાં જ પાયલટે જાહેરાત કરી દીધી ‘થ્રેટ ઓન બોર્ડ’. અને તમામ પેસેન્જર્સને ફ્લાઈટ ખાલી કરવા કહ્યું. પાયલટની આ જાહેરાત કરતાં જ ફ્લાઈટમાં દોડધામ મચી ગઈ.

ભૂલને કારણે ફ્લાઈટ 3 કલાક મોડી ટેકઓફ થઈ
આ ઘટનાની તપાસ કરતાં માલુમ પડ્યું કે પ્લેનમાં હાજર એક ટીનેજર ફ્લાઈટમાં એરસોફ્ટ ગન લઈને આવવા માગતો હતો, પરંતુ તેના ફોનમાં માત્ર તેનો ફોટો જ હતો. ભૂલથી આ ફોટો તેણે AirDrop ફીચરથી ફ્લાઈટમાં રહેલા તમામ આઈફોન યુઝર્સને સેન્ડ કરી દીધો હતો. એક ભૂલને કારણે સર્જાયેલી સ્થિતિને કારણે આ ફ્લાઈટ 3 કલાક મોડી ટેક ઓફ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments