અમેરિકા – જીમના માલિકે કોરોના વાઈરસથી પોતાના મેમ્બર્સને બચાવવા PVC પાઈપ અને પ્લાસ્ટિકના પડદામાંથી પોડ બનાવ્યાં

0
8

  • ‘સાઉથ બે’ જીમમાં મેમ્બર્સને માસ્ક સાથે વર્કઆઉટ કરવામાં તકલીફ પડતી હતી
  • આ પોડ 6 ફૂટ પહોળા અને 10 ફૂટ ઊંચા છે
  • પ્રોજેક્ટ પાછળ જીમના માલિકને 30 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો

સીએન 24,ગુજરાત

કેલિફોર્નિયા. કોરોના મહામારી વચ્ચે દુનિયામાં ભલે અમુક દેશોએ રેસ્ટોરાં, શોપિંગ મોલ, હોટેલ કે જીમ ખોલવાની છૂટ આપી દીધી છે પણ લોકોના મનમાં હજુ પણ કોરોનાનો ડર તો છે જ. ઘણા એક્સપર્ટ લોકોનું માનવું છે કે, જીમમાં કોરોના ઝડપથી ફેલાઈ શકે છે. કેલિફોર્નિયામાં ‘સાઉથ બે’ ફિટનેસ ક્લબે કોરોના વચ્ચે પણ જીમ ખુલ્લું કર્યું છે, પણ તેમણે જીમમાં વર્કઆઉટ કરતાં લોકો માટે પ્લાસ્ટિકના પોડ બનાવ્યા છે. આ પોડને લીધે કોઈને કોરોનાનો ચેપ પણ નહિ લાગે, માસ્ક પણ પહેરવું નહિ પડે અને સોશિયલ ડિસ્ટન્સ પણ રહેશે.

આ જીમના માલિક સેપ્સિન અને તેની પત્નીએ વર્કઆઉટ માટે પ્લાસ્ટિકના પોડ બનાવવાનો વિચાર કર્યો હતો. જીમમાં વર્કઆઉટ કરવા આવતા લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત હતું. મેં અને મારી પત્નીએ જોયું કે માસ્કની સાથે લોકો સરખી કસરત કરી શકતા નથી. જીમના મેમ્બર્સને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અમારા મેમ્બર્સ  અમારો એક પરિવાર છે. તેમને આ રીતે તકલીફમાં વર્કઆઉટ કરતા કેવી રીતે જોઈ શકીએ ! આથી મારી પત્નીએ મને પેપર પર પોડનો આઈડિયા સમજાવ્યો. અમે પ્રથમ પ્રોટોટાઇપ તૈયાર કર્યું. PVC પાઈપ અને પ્લાસ્ટિકના પડદાથી અમે પોડ બનાવ્યાં. આ પ્રોજેક્ટ પાછળ અમને 30 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

કપલે પ્રોટોટાઈપના ફોટોઝ તેમના જીમના મેમ્બરને મોકલ્યા અને તેઓ જીમમાં આ પોડમાં વર્કઆઉટ કરવા રાજી થઇ ગયા. હાલ 6 ફૂટ પહોળા અને 10 ફૂટ ઊંચા આ પોડમાં જીમના મેમ્બર્સ કોરોનાની ચિંતા કર્યા વગર વર્કઆઉટ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here