ઓટો એક્સેસરીઝ : બાઇક અથવા કારને સાફ કરવા હાઈ પ્રેશર વોશરનો ઉપયોગ કરો, ઘરની સફાઈ કરવામાં પણ કામ આવશે

0
29

બિઝી શિડ્યૂલ વચ્ચે કાર વોશ કરાવવા માટે અલગથી સમય કાઢવો અને કાર ધોવા માટે વોશિંગ સેન્ટર પર કલાકો સુધી રાહ જોવી એ માથાના દુખાવા જેવું હોય છે. જો તમે પણ કાર વોશ કરાવવા માટે વોશિંગ સેટર પર જતા પહેલા દસ વાર વિચારતા હો તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. અમે તમારા માટે એક એવી પ્રોડક્ટ લઇને આવ્યા છીએ જે તમને કાર અને બાઇક ધોવામાં તો મદદ કરશે જ, પરંતુ ઘરની સફાઈ કરવામાં પણ મદદ કરશે અને તમારો સમય પણ બચાવશે.

પ્રારંભિક કિંમત 1,500 રૂપિયા

  • અહીં મેન્યુઅલ કાર વોશરની વાત થઈ રહી છે. તેને હાઇ પ્રેશર પોર્ટેબલ કાર વોશર પણ કહેવામાં આવે છે. તે માર્કેટમાં ઘણા શેપ અને સાઇઝમાં ઉપલબ્ધ છે. કેટલાકમાં સિલેન્ડ્રિકલ શેપ મળી જાય છે, કેટલાકમાં ટ્રોલીનો આકાર હોય છે. આજે આપણે મેન્યુઅલ કાર વોશર વિશે વાત કરી રહ્યા છીએ, જેને ચલાવવા માટે બેટરી અથવા ઇલેક્ટ્રિક પાવરની જરૂર નથી અને તેને રનિંગ વોટર પણ આપવું નથી પડતું. તે 8 લિટર, 14 લિટર અને 25 લિટર કદ અથવા તેથી વધુ કેપેસિટીવાળા મોડેલમાં પણ ઉપલબ્ધ છે.
  • એમેઝોન પર 8 લિટર કેપેસિટીવાળા મેન્યુઅલ કાર વોશરની કિંમત 1,500 રૂપિયાથી શરૂ થાય છે. તેની કિંમત કેપેસિટી અને ફીચર્સ અનુસાર વધશે. મેન્યુઅલ કાર વોશરમાં તેની સાતેએક લાંબી પાઇપ અને નોઝલ મળે છે. તેની ઉપર એક પંપ હેન્લ મળી જાય છે, જેનાથી તેમાં પરેશર જનરેટ કરીને હાઇ પ્રેશરમાં ઘરે જ કાર ધોઈ શકાય છે. તેને ઉઠાવીને તે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે.

કેવી રીતે કામ કરે છે?
1, મેન્યુઅલ કાર વોશરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તેને બેટરી અથવા વીજળી સાથે કનેક્ટ કરવાની જરૂર નથી. વાપરવા માટે સૌપ્રથમ ઉપર આપવામાં આવેલા હેન્ડલની આસપાસ ફેરવો. હેન્ડલને દૂર કરતી વખતે ખાતરી કરો કે સફેદ રંગનો પંપ પણ હેન્ડલ સાથે બહાર આવે છે.

2. પંપને ડ્રેઇન કર્યા પછી તેને પાણીથી ભરવો પડશે. પરંતુ પાણી ભરતી વખતે યાદ રાખો કે તેને પૂરું નથી ભરવાનું. ફક્ત 75 ટકા અથવા થર્ડફોર્થ ભાગ જ ભરવાનું છે. આવું એટલા માટે કારણ કે, પ્રેશર બનાવવા માટે તેમાં થોડી જગ્યા હોવી જોઇએ.

3. થર્ડ-ફોર્થ ભાગ પાણી ભર્યા પછી પંપ લગાવીને ટાઇટ કરી દો. હવે ઉપરના હેન્ડલથી તેમાં રેશર જનરેટ કરો. પ્રેશર જનરેટ કરવા માટે તેને 15થી 20 વખત પંપ કરો. આમ કરવાથી સિલિન્ડરની અંદર પ્રેશર ઊભું થઈ જશે અને પંપ હાર્ડ બની જશે. જ્યારે પંપ હાર્ડ બની જાય ત્યારે તેને અંદર દબાવીને લોક કરી દો

4. ત્યારબાદ નોઝલની આગળ એક નાનું એક્સટેન્શન લગાવી દો. તેને એક્સ્ટેન્શનથી રોટેટ કરવા પર વિવિધ પ્રકારનું સ્પ્રે થશે. તમે સતત સ્પ્રે કરવા માટે તેનું સ્પ્રિંગ બટન લોક પણ કરી શકો છો. જેથી, વારંવાર બટન દબાવવાની જરૂર ન પડે.

નોંધઃ જો તમારે શેમ્પૂનો ઉપયોગ કરવો હોય, તો પછી બરણીમાં માત્ર વન ફોર્થ ભાગનું પાણી ભરો અને તેમાં 10ml કાર શેમ્પૂ નાખો અને તેને પંપના દબાણથી સ્પ્રે કરો. શેમ્પૂનો ગાડી પર સારી રીતે છંટકાવ કર્યા પછી બરણીને સારી રીતે ધોઈ લો અને પછી તેને સાદા પાણીથી ભરો. નોંધ- શેમ્પૂ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખશો કે તે પેઇન્ટ ફ્રેન્ડલી હોય. નહીં તો કલરને નુકસાન પહોંચી શકે છે.

5. આ પ્રોડક્ટ સાથે સફાઈ કરવા માટે એક બ્રશ પણ આપવામાં આવે છે, જે સોફ્ટ હોય છે અને પેઇન્ટને નુકસાન કરતું નથી. તે મુખ્ય નોઝલ સાથે જોડી શકાય છે. તેનાથી ફાયદો એ થશે કે તમે જેવું સ્પ્રે કરશો બ્રશ દ્વારા પાણી બહાર આવશે. વોશિંગ પછી સા કરવા માટે માઇક્રોફાઇબર ક્લોથ પણમળે છે, જેનાથી ગાડીમાં સ્ક્રેચ નથી પડતા. તી બોડી ABS પ્લાસ્ટિકથી બનેલી હોય છે, જે સરળતાથી નથી તૂટતી.

નોંધઃ જો તમે આ ખરીદવા ન માગતા હો તો પછી ઘણા અન્ય મોડેલ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાં બેટરીથી ચાલતા અથવા ઇલેક્ટ્રિસિટીથી ચાલતા મોડેલ્સ પણ સામેલ છે. ઇ-કોમર્સ સાઇટ પર જુદા જુદા મોડેલ્સ, ફીચર્સ અને સાઇઝ મુજબ કાર વોશર્સ 15 હજાર રૂપિયા સુધી ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here