Thursday, August 5, 2021
No menu items!
Homeકર્લી વાળ માટે વાઈડ સેટિંગવાળા પેડલ બ્રશનો ઉપયોગ કરો, પાતળા વાળમાં કાંસકો...
Array

કર્લી વાળ માટે વાઈડ સેટિંગવાળા પેડલ બ્રશનો ઉપયોગ કરો, પાતળા વાળમાં કાંસકો ફેરવ્યા પહેલાં 90% કોરા કરી લો

કેટલીક છોકરીઓના વાળ નેચરલ સુંદર હોય છે, પરંતુ આજે પણ ઘણી એવી છોકરીઓ છે જેઓ વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા માટે જાત-ભાતની ટ્રીટમેન્ટ અને પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જો તેમ છતાં તમારા હેર હેલ્ધી નથી તો વાળને બ્રશ કરવાની યોગ્ય રીત જાણો. થોડા જ દિવસમાં તમને ફાયદો દેખાશે.

નાજુક/સીધા વાળ

સોફ્ટ, ફલેક્સિબલ બ્રિસલ બ્રશ સિલેક્ટ કરવું જોઈએ. હેર એક્સપર્ટ ભીના બ્રશનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. બ્રશિંગ પહેલાં રૂટમાં વોલ્યુમાઈઝિંગ સ્પ્રે લગાવી શકાય છે.

થિક/કર્લી વાળ

કાંસકાનો ઉપયોગ ના કરો કારણકે તે વાળ સાથે વળતા નથી તેમાં લચીલાપણું હોતું નથી. લીવ-ઈન કંડીશનર કે જેલ લગાવીને વાળ ઓળી શકો છો. વાઈડ પિન સેટિંગવાળા પેડલ બ્રશ પણ લઇ શકો છો.

ફ્રિઝી હેર

ફ્રિઝી અને શુષ્ક હેરમાંથી ગૂંચ કાઢવા માટે બોર બ્રિસલ બ્રશ વાપરવું જોઈએ. બોર બ્રિસલ્સના નેચરલ ઓઈલને બધા વાળમાં યોગ્ય રીતે ફેલાવી શકો છો જેનાથી તમારા વાળ ફ્રિઝી નહિ થાય.

પાતળા/ડેમેજ વાળ

વાળ પાતળા, ડેમેજ કે કલર ટ્રીટેડ છે તો તે સરળતાથી તૂટી જાય છે. બ્રશિંગને સરળ બનાવવા માટે મોશ્ચરાઈઝિંગ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. નેચરલને બદલે સિન્થેટિક બ્રિસલ બ્રશ લેવું જોઈએ કારણકે તે વાળમાં વધારે સરળતાથી મૂવ કરે છે, પરંતુ ભીના વાળમાં બ્રશ ના ફેરવવું જોઈએ. ખાસકરીને પાતળા વાળમાં આવું ના કરવું જોઈએ. બ્રશ કર્યા પહેલાં 90% વાળ સૂકવવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments