નોન સ્ટિક પેનની સફાઈ માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરો, બેકિંગ સોડાથી પ્રેશર કુકરને ચમકાવો

0
0

રસોડામાં રાખેલી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ગ્રેટરથી લઈને પ્રેશર કુકરની સફાઈ સરળતાથી કરી શકો છો. મહામારીની વચ્ચે હાઈજીનનું ધ્યાન રાખતા આ વસ્તુઓની સફાઈ જરૂરથી કરવી. તેનાથી વસ્તુઓ લાંબા સમય સુધી સારી રહેશે અને ઓછા બજેટમાં કિચનની આ વસ્તુઓ ચમકતી રહેશે.

નોન-સ્ટિક પેન

તેને સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલને બોલની જેમ વાળીને વાસણ ધોવાના પાવડરની સાથે મિક્સ કરીને પેનની સફાઈ કરવી. તેનાથી વાસણ પર લાગેવા ડાઘ નીકળી જશે.

પ્રેશર કુકર

પ્રેશર કુકર જો દાઝી ગયું છે તો તેને બેકિંગ સોડાથી સાફ કરો. પ્રેશર કુકરની સપાટી પર બેકિંગ સોડા નાખો. એક સૂકા કપડાથી અથવા સ્પંજથી તેને પ્રેશર કુકરની ચારેય તરફ લગાવો.

ગેસ

એક તૃતિયાંશ સફેદ વિનેગાર અને બે ભાગ જેટલું પાણી મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં નાખો. તેનાથી ગેસ પર છંટકાવ કરો. તેને થોડીક વાર માટે આવી રીતે રહેવા દો. ત્યારબાદ સ્પંજથી લૂછી લો.

ચોપિંગ બોર્ડ

લાકડાથી બનેલા ચોપિંગ બોર્ડ છરી માટે સારા હોય છે. તેનાથી છરી જલ્દી ખરાબ નથી થતી. તેની સફાઈ માટે તેના પર મીઠાનો છંટકાવ કરો. ત્યારબાદ લીબુંથી 5 મિનિટ સુધી તેની સપાટીને ઘસો અને ભીના સ્પંજથી સાફ કરી લો.

ગ્રેટર

ગ્રેટર (લોખંડની જાળીવાળું) જો કોઈ વસ્તુ ફસાઈ જાય તો ડ્રાય ટૂથબ્રસના બ્રિસ્લસથી સાફ કરો. જો તમે લસણ માટે ગ્રેટરનો ઉપયોગ કર્યો છે તો તેને થોડીવાર સુધી પાણીમાં પલાળીને રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here