ઠંડીની ઋતુમાં ઉપયોગ કરો આ રીતે ડ્રાય શેમ્પૂ, માથુ ધોવામાં નહીં થાય કોઈ તકલીફ

0
14

ઠંડીની ઋતુમાં સૌથી મોટી સમસ્યા થઈ જાય છે છોકરીઓ માટે બાળની સાળસંભાર રાખવી અને તેમને અઠવાડીયામાં ઓછામાં ઓછા બે વખત વોશ કરવા. ઘણી વખત તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે જેના કારણે તેઓ શેમ્પૂ કરી શકતા નથી. એવામાં તેઓ ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી શકે છે. જો કે, ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જાણવી ખુબજ જરૂરી છે. નહીં તો તેનાથી સ્કેલ્પને નુકસાન પહોંચી શકે છે.

ઠંડીની ઋતુમાં જો ક્યાંક અચાનક પાર્ટીમાં અથવા કોઈ ખાસ જગ્યા પર જવાનું થયા છે તો તમારા વાળને સુંદર શેપ આપવા માટે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી શકે છે. જો કે, તમારે તેનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઇએ કેમ કે, તમારા વાળને ખરાબ કરી શકે છે. આ સાથે જ તમે તેનો ઉપયો ખુબજ ઓછો કરો. તો આવો જાણીએ કે, તમે કઇ રીતે તમારા વાળમાં ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી શકો છે એ પણ તમારા વાળને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર.

શું હોય છે ડ્રાય શેમ્પૂ

ડ્રાય શેમ્પૂ એક પાવડર અને સ્પેના ફોર્મમાં આવે છે અને કોઇપણ સમાન્ય શેમ્પૂની જેમ તમારા વાળમાંથી સુસ્તી અને જો વાળ ઓઇલી થઇ જાય છે તો તેને દૂર કરી સાફ અને સિલ્કી બનાવે છે. આ નોર્મલ હેર વોશથી ખુબજ સરળ છે. કેમ કે, તેમાં તમારા વાળને ભીના કરવાની જરૂર નથી. માત્ર ડ્રાય શેમ્પૂ સ્પ્રે કરો અને થોડીવારમાં તમારા વાળ એકદમ રેડી થઈ જશે ઓફિસ કે પાર્ટી માટે.

ઉપયોગની યોગ્ય રીત

  • તેનો ઉપયોગ કરવા માટે પહેલા 2-2 ઇંચના ભાગમાં વહેંચો અને ત્યારબાદ તમારા વાળ પર ડ્રાય શેમ્પૂ સ્પ્રે કરો.
  • ધ્યાન આપો કે, વાળને ઓછામાં ઓછા 6 ઈંચ દૂર હોવા જોઇએ અને તેનો ઉપયોગ વાળની શરૂઆતથી અંત સુધી કરો.
  • 5થી 10 મિનિટ સુધી આ રીતે લગાવી રાખો જો વાળ લાંબા હોય તો વધારે સમય સુધી છોડો, ત્યારબાદ જ્યાં તમે સૌથી પહેલા શેમ્પૂ લગાવ્યુ હતું, ત્યાં તમારી આંગળીઓથી મસાજ કરો.
  • ભુલથી પણ શેમ્પૂ વધારે થઇ ગયું છે તો કાસકાંની મદદથી વધારાનું શેમ્પૂ હટાવી દો, ધ્યાનથી તેનો વધારે ઉપયોગ ન કરો નહીં તો તમાને ડેન્ડ્રફની સમસ્યા થશે, સ્કેલપને પણ નુકશાન પહોંચી શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન

  • જો તમારા વાળ કર્લી છે તો એવામાં તમારે તેનો ખુબજ સાવધાની પૂર્વક ઉપયોગ કરો.
  • તેની સાથે જ સારા બ્રાન્ડના જ શેમ્પૂનો ઉપયોગ કરો. સાથે તેનો ઉપયોગ ઓછામાં ઓછો કરો જેથી તમારા સ્કેલ્પમાં કોઈ પ્રકારનું નુકસાન ન થાય.
  • જો તનો ઉપયોગ કરવાથી તમને ઇરિટેશન અને ખંજવાળની સમસ્યા છે તો ડ્રાય શેમ્પૂનો ઉપયોગ ના કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here