આ 2 રીતે નારંગીનો કરો ઉપયોગ, વાળની ડ્રાયનેસ દૂર થઇ બમણી ઝડપે થશે લાંબા.

0
11

શિયાળામાં તડકામાં બેસીને નારંગી ખાવાની મજા કઇક અલગ હોય છે. તેમા રહેલા વિટામીન, ફાઇબર, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ વાત તેની છાલની કરીએ તો પોષક તત્વોથી ભરપૂર હોય છે. એવામાં તેનો વાળ પર ઉપયોગ કરવાથી ખોડો, ખંજવાળ, ડ્રાયનેસની સમસ્યા દૂર કરીને વાળ લાંબા કરવામાં મદદ મળે છે.

આ રીતે બનાવો તેની છાલનો પાવડર

સૌ પ્રથમ નારંગીની છાલને થોડાક દિવસ તડકામાં સુકવી દો
તે બાદ તેને મિક્સરમાં ઉમેરીને પીસી લો.
તૈયાર છે નારંગીની છાલનો પાવડર

ખોડો કરશે દૂર

શિયાળામાં ખાસ કરીને ઘણા લોકો ખોડાની સમસ્યાથી પરેશાન રહે છે એવામાં તેનાથી બચવા માટે નારંગી બેસ્ટ ઓપ્શન છે. તે ખોડાને સાફ કરવાની સાથે સ્કેલ્પમાં ખંજવાળ તેમજ ડ્રાયનેસની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

જેન માટે તમે કોઇપણ તેલમાં નારંગીની છાલનો પાવડર મિક્સ કરી લો અને તૈયાર મિશ્રણનને સ્કેલ્પથી આખા વાળમાં હળવા હાથથી મસાજ કરી લો. એક કલાક રાખો. તે બાદ માઇલ્ડ શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો. થોડાક દિવસ સતત તેને લગાવવાથી ખોડાની સમસ્યા દૂર થશે અને વાળ લાંબા સુંદર તેમજ મુલાયમ થશે.

હેર કન્ડિશનરની જેમ કરો ઉપયોગ

નારંગીમાં વિટામીની ઇ, એન્ટી ઓક્સીડેન્ટ એન્ટી વાયરલના ગુણ હોય છે એવામાં તેનો વાળમાં કન્ડિશનરની જેમ ઉપયોગ કરી શકાય છે. તે સ્કેલ્પને ઉંડે સુધી સાફ કરીને નુકસાન થવાથી બચાવે છે. એવામાં વાળને ભેજ તેમજ પોષણ મળવાથી સુંદર, મુલાયમ, ભરાવદાર થવાની સાથે ખોડો પણ દૂર થશે.

નારંગીના જ્યૂસ કે છાલના પાવડરને મધની સાથે મિક્સ કરો તૈયાર પેસ્ટ શેમ્પુ બાદ વાળ પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો બાદમાં પાણીથી ધોઇ લો. જેનાથી વાળ સરસ રીતે કન્ડિશનર થઇને મુલાયમ, સાફ અને શાઇની નજરે પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here