રિસર્ચ : એવાકાડોનું સેવન મીલ સેટિસ્ફેક્શન વધારે છે, ઓબેસિટી ધરાવતા લોકો માટે લાભદાયી

0
175

હેલ્થ ડેસ્ક: તાજેતરમાં થયેલા એક રિસર્ચ મુજબ એવાકાડો (avocados) મેદસ્વિતા ધરાવતા લોકોની ખાવાની આદત માં ફેરફાર લાવી શકે છે. એવાકાડો ઓબેસિટી ધરાવતા લોકોમાં મીલ સેટિસ્ફેક્શન વધારે છે જે તેમના માટે ફાયદાકારક છે. રિસર્ચ મુજબ ડાયટમાં સામાન્ય ફેરફાર લાવવાથી હંગર મેનેજમેન્ટ અને મેટાબોલિઝમ કંટ્રોલ કરી શકાય છે.

‘જર્નલ ઓફ ન્યૂટ્રિશન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચમાં 6 કલાક સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો કે આખું એવાકાડો અને હાફ એવાકાડો ભૂખને કેટલી સંતોષે છે. આ રિસર્ચમાં 31 ઓવરવેટ અને મેદસ્વીતા ધરાવતા લોકોને સામેલ કરાયા હતા અને તેમના પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ તમામ લોકોના ડાયટમાં ફેરફાર લાવવામાં આવ્યો હતો જેથી એ પુરવાર થયું કે, એવાકાડોનું સેવન કરવાથી ડાયાબીટિસ અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝના જોખમને ઘટાડી શકાય છે. એવાકાડોમાં હેલ્ધી ફેટ અને ફાઈબર રહેલાં હોય છે. આ રિસર્ચમાં સામેલ લીડ રિસર્ચર્સ બ્રિટ્ટ જણાવે છે કે આટલાં વર્ષો સુધી મેદસ્વિતા માટે ચરબીયુક્ત ખોરાકને કારણ માનવામાં આવતું હતું અને અત્યારે કાર્બોહાઇડ્રેટ્સ વેઇટ કન્ટ્રોલમાં કામ લાગી રહ્યા છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here