ફાયદાકારક : આવા કાંસકાનો ઉપયોગ કરશો તો વધશે બ્લડ સર્ક્યુલેશન અને 2 જ દિવસમાં વાળ ખરતાં બંધ થઈ જશે

0
53

વાળની સમસ્યાઓ થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાંથી એક તમે કેવા પ્રકારનો કાંસકો વાપરો છો, તેનાથી પણ વાળ પર અસર પડે છે. પ્લાસ્ટિકના કાંસકાનો ઉપયોગ કરવાથી વાળ અને માથાને ઘણાં નુકસાન થઈ શકે છે. જ્યારે વુડન એટલે કે લાકડાનો કાંસકો વાળને નેચરલી મજબૂત અને ભરાવદાર બનાવે છે. સાથે જ તેના પ્રયોગથી 2 જ દિવસમાં વાળમાં અસર દેખાય છે અને વાળમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી. પછી તે વાળ ખરવાની સમસ્યા હોય કે ડેન્ડ્રફની સમસ્યાથી બચાવે છે. આ બધી જ સમસ્યાઓ લાકડાનો કાંસકો વાપરવાથી દૂર થઈ શકે છે.

  • યોગ્ય કાંસકો વાળને હેલ્ધી રાખે છે
  • વુડનનો કાંસકો વાપરવાથી વાળ ખરતા નથી
  • આવો કાંસકો માથામાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે

માથામાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે

લાકડાનો કાંસકો સ્કેલ્પ માટે બહુ જ સારો હોય છે. તેનાથી પેદા થતી ગરમ માથામાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. માઈગ્રેનની સમસ્યા દૂર થાય છે. જે લોકોની સ્કેલ્પ સેન્સિટિવ હોય છે. તેમના માટે પણ તે ફાયદાકારી છે.

ભીના વાળમાં પણ સરળતાથી કરી શકો કાંસકો

અન્ય કાંસકાની તુલના માટે લાકડાનો કાંસકો નરમ હોય છે. જે સેન્સિટિવ સ્કેલ્પને નુકસાનથી બચાવે છે. ભીના વાળમાં પણ તેનાથી વાળ ઓળવાથી વાળ તૂટતા નથી અને વાળની ગૂંચ પણ સરળતાથી નીકળી જાય છે.

ડેન્ડ્રફ દૂર થાય છે

જો તમારા વાળમાં બહુ વધારે ડેન્ડ્રફની સમસ્યા થાય છે તો લાકડાનો કાંસકો તમારા માટે બેસ્ટ છે. તેના ઉપયોગથી વાળની ઓઈલ ગ્લેન્ડ્સ ઓપન થઈ જાય છે તેનાથી સ્કેલ્પ ડ્રાય થતી નથી અને વાળ સ્મૂધ રહે છે. વાળ મૂળથી મજબૂત થાય છે વધુ ખરતાં નથી અને ડેન્ડ્રફ પણ થતો નથી.

નેચરલ કંડીશનર

જો તમારા વાળ લાંબા હોય તો તમારા માટે લાકડાનો કાંસકો બેસ્ટ છે. વાળમાં તેલ લગાવ્યા બાદ કાંસકો કરવાથી તેલ વાળમાં બધે જ બરાબર લાગી જાય છે. આ વાળ માટે એક નેચરલ કંડીશનરનું પણ કામ કરે છે. તેનાથી વાળ શાઈની દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here