Wednesday, October 20, 2021
Homeદેશઉત્તરપ્રદેશ : પિતા સહિત 28 લોકોએ કિશોરી પર કર્યો રેપ

ઉત્તરપ્રદેશ : પિતા સહિત 28 લોકોએ કિશોરી પર કર્યો રેપ

યુપીમાં રેપની એક ચોંકાવનારી ઘટનામાં 17 વર્ષની કિશોરીએ પોતાના પિતા સહિત 28 લોકો સામે રેપ કરવાનો આરોપ મુક્યો છે.

આ ફરિયાદના આધારે લલિતપુર પોલીસે 28 લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓના લિસ્ટમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટીના નેતાઓનો પણ સમાવેશ થાય છે.

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે હું છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પિતાએ મને પોર્ન વિડિયો બતાવીને શારીરિક સબંધ બાંધવા માટે કહ્યુ હતુ. જોકે મેં આવુ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એ પછી મારા પિતા મને નવા કપડા ખરીદવાની અને ગાડી ચલાવવાનુ શીખવાડવાની લાલચ આપીને મોટર સાયકલ પર લઈ ગયા હતા અને મારી સાથે ખેતરમાં રેપ કર્યો હતો. સાથે સાથે ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહી તો જાનથી મારી નાંખીશ.

તેણે એવો પણ આરોપ મુક્યો છે કે, પિતાએ એક દિવસ મને હોટલમાં લઈ જઈને નશીલો પદાર્થ ખવડાવીને એક મહિલાને સોંપી દીધી હતી. આ મહિલાએ મને એક રૂમમાં બેસાડી દીધી હતી. થોડી વાર પછી રૂમમાં એક વ્યક્તિ આવ્યો હતો. તે દરમિયાન હું બેહોશ થઈ ચુકી હતી. હોશ આવ્યા ત્યારે મારા કપડા અને જૂતા અસ્તવ્યસ્ત હતા. મારા પેટમાં દુખાવો થઈ રહ્યો હતો.

એ પછી મારા પર રેપનો સિલસિલો ચાલુ રહ્યો હતો. હોટલમાં દરેક વખત નવા વ્યક્તિએ મારા પર રેપ કર્યો હતો. હું મારા મામાના ઘરે ગઈ ત્યારે પિતરાઈઓએ પણ મારી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. મારી દાદીએ ઘટનાને દબાવી દીધી હતી.

પોલીસનુ કહેવુ છે કે, આ બહુ સંવેદનશીલ મામલો છે અને તેને અમે ગંભીરતાથી લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments