ઉત્તર પ્રદેશ: ગંગામાં બોટ પલટી જતા 3 યુવતી અને 2 મહિલા લાપતા

0
7

ચંદૌલી

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના મહુજી ગામમાં બોટ પલટી જવાને કારણે મોટી દુર્ઘટના બની છે. બોટ પલટવાને કારણે લગભગ પાંચ લોકો ગુમ થઈ ગયા છે. ગુમ થનારા લોકોમાં ત્રણ યુવતી અને બે મહિલાઓ સામેલ છે. દુર્ઘટના બાદ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

જિલ્લા મજિસ્ટ્રેટ એનએસ ચહલે જણાવ્યું છે કે, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, ધીન પોલીસ સ્ટેશન વિસ્તારના મહુજી ગામની પાસે આ દુર્ઘટના ઘટી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લોકો ગાજીપુરથી બોટમાં સવાર થઈને ચંદૌલીના ગામની તરફ જઈ રહ્યા હતા. દુર્ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ઘટનાને ધ્યાનમાં લઈને એનડીઆરએફ અને એસડીઆરએફને ઘટનાસ્થળ પર રવાના કરવામાં આદેશ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here