Saturday, September 18, 2021
Homeઉત્તર પ્રદેશ : મહિલા ગન સાથે સેલ્ફી લઈ રહી હતી ભૂલથી ટ્રિગર...
Array

ઉત્તર પ્રદેશ : મહિલા ગન સાથે સેલ્ફી લઈ રહી હતી ભૂલથી ટ્રિગર દબાઈ જતાં તેને જીવ ગુમાવવો પડ્યો

સેલ્ફીનો શોખ ઘણા લોકોને અનદહ લેવલનો હોય છે તેના કારણે જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. ઉત્તર પ્રદેશની મહિલાને ગન અર્થાત બંદૂક સાથે સેલ્ફી લેવી ભારે પડી છે. હાથમાં ગન લઈ મહિલા સેલ્ફી લઈ રહી હતી ભૂલથી ટ્રિગર દબાઈ જતાં તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈમાં 26 વર્ષની એક મહિલા સાથે બની છે. રાધિકા ગુપ્તા નામની મહિલા તેના સસરાની ગન સાથે સેલ્ફી લઈ રહી હતી. આ ગન લોડેડ હતી. સેલ્ફી દરમિયાન રાધિકાના હાથથી ભૂલથી ટ્રિગર દબાઈ જતાં તેને ગોળી વાગી હતી. રાધિકાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ.

ગન લોડેડ છે તેનાથી અજાણ હતી રાધિકા
આ ગન પંચાયતની ચૂંટણી દરમિયાન પોલીસ સ્ટેશનમાં સબમિટ કરાઈ હતી. રિપોર્ટ પ્રમાણે, રાધિકાના પતિએ 22 જુલાઈએ બપોરે 3 વાગ્યે તેને પરત લીધી હતી. રાધિકાના સસરા રાજેશ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે રાધિકા ગન સાથે સેલ્ફી રહી હતી. આ ગન લોડેડ છે તેનાથી તે અજાણ હતી.

રાજેશ ગુપ્તાએ પોલીસના નિવેદનમાં જણાવ્યું છે કે, ગન બીજા માળાના રુમમાં મૂકેલી હતી જ્યાં રાધિકા સેલ્ફી લઈ રહી હતી. સાંજે 4 વાગ્યે તેમને ગોળીનો અવાજ આવ્યો અને ઘરના તમામ સભ્યો રાધિકાના રૂમમાં દોડ્યા અને જોયું તો રાધિકાને ગોળી વાગી હતી. ત્યારબાદ રાધિકાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. રાધિકાના ફોનના કેમેરામાં સેલ્ફી મોડ ઓન હતો.

પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
​​​​​​​રાધિકાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ તમામ ઘટના ખોટી હોવાનો આરોપ લગાવ્યો છે સાથે જ તેમણે દહેજના લીધે મૃત્યુની ફરિયાદ નોંધાવી છે. રાધિકાએ તેના પતિ આકાશ સાથે 2 મહિના પહેલાં મે મહિનામાં જ લગ્ન કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments