ઉત્તર પ્રદેશ : કેરી તોડવા માટે આંબાના ઝાડ પર ચઢેલા યુવકનું મોત

0
0

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કેરી તોડવા માટે આંબાના ઝાડ પર ચઢેલા યુવકનું મોત થયું છે. હાઈ ટેન્શન લાઈનના સંપર્કમાં આવતાં યુવક ઝાડ પર જ સળગવા લાગ્યો હતો. હંસાપુરા ગામનો 18 વર્ષીય ફૈઝાન જંગલમાં લાકડાં કાપવાં માટે ગયો હતો. આ દરમિયાન રસ્તામાં કેરી ખાવા માટે આંબાના ઝાડ પર ચઢ્યો હતો. નજીકમાંથી વીજલાઈન પસાર થતી હોવાથી વરસાદી માહોલમાં યુવકને કરંટ લાગ્યો હતો. આ સાથે જ ભડકો થતાં યુવક સળગવા લાગ્યો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ ભડથું થઈ ગયો હતો. યુવકને ઝાડ પર સળગતો જોઈ નજીકથી પસાર થતાં લોકો કંપી ઉઠ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here