ઉત્તર પ્રદેશ : ભાજપના ધારાસભ્ય લોકોને કોરોનાથી બચવા જણાવી રહ્યા છે ગૌમૂત્રનો નુસખો

0
5

ભારતમાં કોરોનાના કારણે ભારે હાહાકાર વ્યાપ્યો છે અને શહેરોથી લઈને ગામડાઓ સુધી લોકો આ મહામારીનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાં ડૉક્ટર્સ પણ લોકોને કેવી રીતે બચાવી શકાય? તેમ વિચારીને ચિંતિત છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપના એક ધારાસભ્ય લોકોને કોરોનાથી બચવા ગૌમૂત્રનો નુસખો જણાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના બલિયા ખાતે આવેલી બૈરિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ પોતે જ ડૉક્ટર બની ગયા છે અને કોરોનાથી બચવા ચિત્ર-વિચિત્ર નુસખા બતાવી રહ્યા છે. ભાજપના ધારાસભ્યે પોતાનો ગૌમૂત્ર પીતો વીડિયો વાયરલ કર્યો છે જેમાં તેઓ લોકોને ગૌમૂત્રનું સેવન જરૂર કરવું જોઈએ તેવી વિનંતી કરી રહ્યા છે. તેમણે કરેલા દાવા પ્રમાણે ગૌમૂત્રથી કોરોનાને કાબૂમાં લઈ શકાય છે. તેમના કહેવા પ્રમાણે 18 કલાક જનતા વચ્ચે કામ કરીને પણ તેઓ સ્વસ્થ છે તેનું કારણ ગૌમૂત્ર જ છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન માને કે ન માને પણ તેઓ ગૌમૂત્ર પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. તેમણે ગૌમૂત્ર કેવી રીતે પીવું જોઈએ તેની પદ્ધતિ પણ જણાવી હતી. તેમના કહેવા પ્રમાણે સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં 2થી 3 ઢાંકણા ગૌમૂત્ર નાખીને તેને પી લેવાનું અને તેના અડધા કલાક બાદ જ કશુંક ખાવા-પીવાનું.

આ ઉપરાંત તેમણે હળદર શેકીને તેના પાવડરનું સેવન કરવાથી પણ અનેક બીમારી દૂર થશે તેવો દાવો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here