Wednesday, September 29, 2021
Homeઉત્તરપ્રદેશ : પોલીસકર્મીએ રંધાઈ રહેલા કુકરને લાત મારતા ઉકળતી દાળ માસૂમ પર...
Array

ઉત્તરપ્રદેશ : પોલીસકર્મીએ રંધાઈ રહેલા કુકરને લાત મારતા ઉકળતી દાળ માસૂમ પર પડી

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના ચારબાગ રેલ્વે સ્ટેશન પર RPFના એક પોલીસકર્મીની નિર્દય વર્તણૂકને કારણે બે બાળકોનો જીવ જોખમમાં મુકાઇ ગયો છે. સ્ટેશન નજીક કબજો હટાવવાના નામે ફુટપાથ પર રહેતા મજૂરોને દૂર કરવા આવેલા ટીમના પોલીસકર્મી મોહિતે સળગતા ચૂલા પર લાત મારી હતી.

ઉકળતી દાળ નજીકમાં રહેલા મજૂરનાં બે માસૂમ બાળકો પર પડી
તે સમયે ચૂલા ઉપર કુકરમાં દાળ રાંધવામાં આવી રહી હતી. ઉકળતી દાળ નજીકમાં રહેલા મજૂરનાં બે માસૂમ બાળકો પર પડી હતી. ઉકળતી દાળ બાળકો પર પડતાં જ બંને બાળકો દાઝી જતાં અસહ્ય દર્દથી તડપી રહ્યા હતા. આ કારણે મામલો બગડતા જોઈને નિર્દોષ માસુમોને તડપતા છોડીને રેલ્વે પોલીસની ટીમ ચાલી ગઈ હતી. હાલમાં બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉકળતી દાળ બાળકો પર પડતાં જ બંને બાળકો દાઝી જતાં અસહ્ય દર્દથી તડપી રહ્યા હતા.
ઉકળતી દાળ બાળકો પર પડતાં જ બંને બાળકો દાઝી જતાં અસહ્ય દર્દથી તડપી રહ્યા હતા.

ઘણા વર્ષોથી રહેતા હતા મજૂરો
હકીકતમાં, શનિવારે ચારબાગ સ્ટેશન પર વીઆઈપી શૌચાલય નજીક પોલિથીન લગાવિને રહી રહેલા મજૂરીને હટાવવા માટે RPFની ટીમ પહોંચી હતી, ત્યારે તે સમયે મહિલા ચૂલા પર રસોઈ બમાવી રહી હતી. રેલ્વે પોલીસે તેમને તાત્કાલિક હાથી જવા માટે જણાવ્યું હતું. ભયભીત થઈ ગયેલા મજૂરો પોતાનો સામાન પેક કરી રહ્યા હતા કે આરપીએફના જવાનો ગુસ્સે ભરાયા હતા.

વિખરાયેલો સમાન ભેગો કરી રહેલી મહિલા.
વિખરાયેલો સમાન ભેગો કરી રહેલી મહિલા.

હોબાળો થયો તો ત્યાથી ટીમ નીકળી ગઈ
આસપાસ હાજર લોકો મુજબ, મજૂર રાજેશના બે ભૂલકાં સવારથી ભૂખ્યા હતા. બાળકોને ખાવા માટે રાજેશની પત્ની ચૂલા પર ભાત બનવાઈને કૂકરમાં દાળ બનાવી ર્હઈ હતી. તેણે દાળ બની જાય ત્યાં સુધી પોલીસકર્મીને થોભી જવા માટે આજીજી કરી હતી. એટલામાં તો મોહિત નામનો પોલીસકર્મી રોષે ભરાયો હતો.

આ પછી પોલીસકર્મીએ ચૂલાને એટલી જોરથી લાત મારી હતી કે કૂકર ઉછળીને દૂર પડ્યું હતું અને તેમાંથી ઉકળતી દાળ ભૂખથી રડતા બે માસૂમ બાળકો પર પડી હતી. તે બંને બાળકો ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા હતા. બંને બાળકો દાઝી જવાથી અસહ્ય પીડાથી તડપી રહ્યા હતા. બાળકોની હાલત જોઈને બાકીના પોલીસકર્મીઓએ ત્યાંથી તે પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યાથી ખસી જવાનો ઈશારો કર્યો હતો.

આ મામલાને ભીનો સંકેલવાના પ્રયાસ
હવે આ સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. RPF ઇન્સ્પેક્ટર મુકેશ કહે છે કે, અતિક્રમણ દૂર કરતી વખતે કોઈ વસ્તુ પાડવાના કારણે દાળ પડી ગઈ હતી. બાળકોની સારવાર કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments