Thursday, August 5, 2021
No menu items!
Homeઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
Array

ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘પ્રાથમિક લક્ષણો જણાયા બાદ મેં કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો જેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને ચિકિત્સકોની સલાહનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ જવાબદારીઓ વર્ચ્યુઅલ રીતે પૂરી કરી રહ્યો છું.’

યોગી આદિત્યનાથે પ્રદેશ સરકારની તમામ ગતિવિધિઓ સામાન્ય રીતે સંચાલિત થઈ રહી હોવાની ખાતરી આપી હતી. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવીને સાવધાની રાખવા જણાવ્યું હતું.

યોગી આદિત્યનાથના કાર્યાલયમાં અનેક અધિકારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ત્યાર બાદ યોગી આદિત્યનાથ આઈસોલેટ થઈ ગયા હતા અને તેમણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેમાં બુધવારે તેઓ પોઝિટિવ આવ્યા છે.

યોગી આદિત્યનાથના મુખ્ય સચિવ એસપી ગોયલ, સચિવ અમિત સિંહ, ઓએસડી અભિષેક કૌશિક કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તે સિવાય મુખ્યંત્રીના સરકારી આવાસ 5 કાલિદાસ માર્ગના સ્ટાફના બે સદસ્યો પણ કોરોનાની લપેટમાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments