Monday, September 20, 2021
Homeઉત્તર પ્રદેશ સરકારે પાણી બચાવવા કરી જાહેરાત : વિધાનસભ્યોને મળશે અડધો ગ્લાસ...
Array

ઉત્તર પ્રદેશ સરકારે પાણી બચાવવા કરી જાહેરાત : વિધાનસભ્યોને મળશે અડધો ગ્લાસ પાણી

લખનૌ, તા. 19 જુલાઇ 2019, શુક્રવાર

પાણીની બચત કરવાના એક ભાગ રૂપે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે એવો નિર્ણય જાહેર કર્યો હતો કે વિધાનસભ્યોને અડધો ગ્લાસ પાણી મળશે. જો કે વધુ પાણી માગે એને આપવામાં આવશે.

હાલ દેશના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીની ખેંચ છે. મુંબઇમાં પણ કેટલીક હૉટલોએ અડધો ગ્લાસ પાણી પીરસવાનું શરૂ કર્યું હતું. આ હકીકત ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ પ્રદીપ દૂબેએ એક જાહેર નિવેદન દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી હતી અને કહ્યું હતુ્ં કે વિધાનસભાના માનનીય અધ્યક્ષના સૂચન અનુસાર હવેથી ધારાસભ્યોને અડધો ગ્લાસ પાણી અપાશે. જો કે જે ધારાસભ્ય બીજીવાર પાણી માગે એને અપાશે ખરું. અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે મોટા ભાગના સભ્યો થોડું પાણી પીને બાકીનું જતું કરે છે જે ગટરમાં જાય છે. એટલે વિધાનસભાના અધ્યક્ષે આ નિર્ણય જાહેર કર્યો હતો. આ આદેશ ધારાસભ્યો ઉપરાંત વિધાનભવનમાં કામ કરતાં તમામ કર્મચારીઓને પણ લાગુ પડશે. એનો ભંગ કરનારા સામે શિસ્તભંગનાં પગલાં લેવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments