આપણા ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ લોકો અને એમના અલગ અલગ રીતિ-રિવાજો છે. ઘણા એવા હોય છે જે આપણને ચોંકાવી દે છે. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક આવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં મન્નત પૂરી થવા પર એક ખેડૂતે નવરાત્રિના પહેલા દિવસે દુર્ગા મંદિરમાં ઘણા ઉત્સાહ અને ઉલ્લાસ સાથે પંહોચીને ભેંસનું મુંડન કરાવ્યું હતું અને એ પછી સંબંધીની સાથે સાથે આખા ગામના લોકોને એ મુંડનની દાવત આપી હતી. એ પછી આ અનોખા મુંડનની ચર્ચા દરેક જગ્યા પર થઈ રહી છે.
આ વાતને લઈને ખેડૂત પ્રમોદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેમની ભેંસના બાળકો જન્મ્યા પછી મૃત્યુ પામતા હતા અને તેના કારણે તેઓ ખૂબ જ પરેશાન રહેતા હતા. એ પછી એમને મા દુર્ગાના મંદિરમાં મન્નત માંગી હતી કે જો એ ભેંસનું બાળક બચી જશે તો હું એ ભેંસના બાળકની મુંડનવિધિ તમારા આંગણે કરીશ અને એવુંજ થયું. પ્રમોદની મન્નત પૂરી થઈ અને એટલા માટે તેની મન્નત પૂર્ણ કરતાં તેને મા દુર્ગાના મંદિરે પહેલી નવરાત્રીના દિવસે જ ભેંસના બાળકનું મુંડન પૂરી વિધિ સાથે કરાવ્યું હતું. લગભગ ત્રણ દિવસ પહેલા ભેંસએ તેના બાળકને જન્મ આપ્યો હતો અને એ પછી તેનું મુંડન કરાવવામાં આવ્યું હતું.
ખેડૂત પ્રમોદ શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે મા દુર્ગાની કૃપાથી એમની ઈચ્છા પૂરી થઈ હતી અને એ પછી તેને મા દુર્ગાના આંગણે નવરાત્રિના પહેલા દિવસે ભેંસના બાળકનું મુંડન કરાવવાનો કાર્યક્રમ ધૂમધામથી પૂરો કર્યો હતો અને આખા ગામનું જમણવાર કર્યું હતું. એમના ગામમાં પહેલી વખત આ પ્રકારનો કોઈ કાર્યક્રમ યોજાયો હતો. મુંડન કાર્યક્રમમાં ખેડૂત પ્રમોદ શ્રીવાસ્તવે લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.