ઉત્તર પ્રદેશ : વરરાજા ચશ્માં વગર ન્યૂઝ પેપર ન વાંચી સકતા દુલ્હને લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી

0
0

એરેન્જ મેરેજ કરનારી યુવતીઓ યુવકના ગુણને કોતરી કોતરીને શોધ્યા બાદ લગ્ન માટે હા કરતી હોય છે. એકાદ ગુણ માટે યુવક ખોટું બોલ્યા હોવાની જાણ ભલે લગ્ન મંડપમાં જ થતી હોય તો પણ યુવતીઓ લગ્ન કરવાની ઘસીને ના પાડી દેતી હોય છે. આવો કિસ્સો ઉત્તરપ્રદેશના ઔરેયામાં સામે આવ્યો છે. અર્ચના નામની યુવતીને માલુમ થયું કે દુલ્હે રાજા ચશ્માં વગર ન્યૂઝ પેપર વાંચી શકતો નથી તો તેણે લગ્ન મંડપમાં જ મેરેજ ‘કેન્સલ’ કરી નાખ્યા.

રિપોર્ટ પ્રમાણે 20 જૂને લગ્નના દિવસે આ ઘટના બની. દુલ્હે રાજાની એન્ટ્રી થઈ અને તમામની નજર તેના ચશ્માં પર જ હતી. તે એક સેકન્ડ માટે પણ તેનાં ચશ્માં કાઢી રહ્યો નહોતો. ચશ્માં પહેરેલી સ્થિતિમાં પણ જણાવી આવતું હતું કે શિવમ નામના દુલ્દાના આંખની દૃષ્ટિ નબળી છે.

વરરાજો પરીક્ષા પાસ કરી શક્યો નહિ
લગ્ન મંડપમાં હાજર રહેલાં તમામ લોકો શિવમની દૃષ્ટિ વિશે વાતો કરવા લાગ્યા. અર્ચનાના પિતાએ તેને ચશ્માં વગર હિન્દી ન્યૂઝ પેપર વાંચવા માટે કહ્યું. આ પરીક્ષામાં દુલ્હો પાસ થઈ શક્યો નહિ. ચશ્માં વગર શિવમ ન્યૂઝ પેપર વાંચી ન શકતા અર્ચનાએ લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી.

મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

  1. આટલું જ નહિ આ મામલો પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો. અર્ચનાની ફેમિલીએ દુલ્હાની ફેમિલીને આપેલા કેશ અને મોટરસાઈકલ સહિતની તમામ વસ્તુઓ પરત કરવા કહ્યું. જોકે શિવમના પરિવારે હજુ કશું પરત આપ્યું નથી. FIR થતાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here