Wednesday, September 22, 2021
Homeઉતરાખંડ : 200 કરોડના લગ્ન બાદ ગુપ્તા પરિવારે લગ્નના સ્થળની સફાઈ...
Array

ઉતરાખંડ : 200 કરોડના લગ્ન બાદ ગુપ્તા પરિવારે લગ્નના સ્થળની સફાઈ માટે 54 હજાર રૂપિયા ચૂકવ્યા

દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગપતિ અજય ગુપ્તાના પુત્ર સૂર્યકાંતના લગ્ન થોડા દિવસો અગાઉ ઉતરાખંડના ઔલીમાં થયા હતા. તેમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાને પગલે સમારંભ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. લગ્ન બાદ આયોજન સ્થળેથી મોટા પ્રમાણમાં કચરાને લઈને વિવાદ થયો હતો. હાલ ગુપ્તા પરિવારે ઔલી નગર નિગમમાં 54 હજાર હજાર રૂપિયા આ કચરો હટાવવા માટે જમા કરાવ્યા છે.

હાઈકોર્ટમાં અગામી સુનાવણી 8 જુલાઈના રોજ હાથ ધરાશે

સમારંભના સ્થળ પર જમા થયેલો કચરો નિગમ માટે એક પડકાર બની ગયો હતો. તેના માટે ઉતરાખંડ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પણ કરવામાં આવી હતી. વિવાદ વધતા નિગમે સાફ-સફાઈ શરૂ કરાવી.

નિગમ અધ્યક્ષ શૈલેન્દ્ર પવારે કહ્યું- ગુપ્તા પરિવારના વેડિંગ વેન્યૂમાંથી અત્યાર સુધીમાં દોઢ ક્વિંટલ કચરો હટાવવામાં આવ્યો છે. સફાઈ પૂરી થયા બાદ ખર્ચનું બિલ પરિવારને મોકલવામાં આવશે. તેમાં મજૂર અને ગાડીઓ પર ખર્ચવામાં આવેલા પૈસાનો પણ સમાવેશ થશે. પરિવારે બધા પૈસા અને નિગમને એક ગાડી આપવાની વાત કહી છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, નિગમે કચરો હટાવવા માટે 20 કર્મચારીઓને કામે લગાવ્યા છે. હાઈકોર્ટે જિલ્લા વહીવટતંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી 7 જુલાઈ સુધીનો રિપોર્ટ મંગાવ્યો છે. કોર્ટે કહ્યું કે રિપોર્ટમાં કચરાથી પર્યાવરણને થયેલા નુકસાનની પણ વાત કરવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 8 જુલાઈએ થશે. જાહેર હિતની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે લગ્નની તૈયારીઓથી પર્યાવરણને નુકસાન પહોંચ્યું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments