Monday, December 5, 2022
Homeદેશઉત્તરાખંડ : ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા ગંગોત્રી ચારધામ યાત્રા પર મુકાયો...

ઉત્તરાખંડ : ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા ગંગોત્રી ચારધામ યાત્રા પર મુકાયો પ્રતિબંધ

- Advertisement -

ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ આફત બની રહ્યો છે. ભારે વરસાદ બાદ સતત થઈ રહેલા ભૂસ્ખલનના કારણે ગંગોત્રી ચારધામ યાત્રા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગંગોત્રી ચારધામ યાત્રા ઉપર વહીવટી તંત્ર દ્વારા આગામી બે દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ ચારધામ યાત્રા ઉપર જનારા શ્રદ્ધાળુઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે વરસાદને અનુલક્ષીને એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં બીજા દિવસે વરસાદ લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ શનિવારના રોજ ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર, પિથૌરાગઢ, ઉધમસિંહનગર અને હરિદ્વાર જિલ્લામાં ક્યાંક-ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી ચાલુ વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ચારધામ યાત્રા રૂટ સહિત હાઈવે બંધ થવાના કારણે દરેક જગ્યાએ યાત્રીઓ ફસાઈ ગયા છે.

પોલીસ-પ્રશાસન દ્વારા બંધ રસ્તાઓને ખોલવાની કામગીરી ચાલી રહી છે પરંતુ હવામાન સતત અવરોધરૂપ બની રહ્યુ છે. ઉત્તરકાશી જિલ્લામાં વરસાદના કારણે ભટવાડીથી આગળ હેલગુગડ પાસે છેલ્લા 40 કલાકથી બંધ પડેલો ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગને વાહનોની અવર-જવર માટે ખોલી દેવામાં આવ્યો છે. હાઈવે ખુલ્લો થતા હજારો ફસાયોલા યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ ગંગોત્રી ધામની યાત્રા ફરીથી શરૂ થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ગત બુધવારના રોજ હેલગુગડ પાસે ભારે કાટમાળ આવતા ગંગોત્રી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે ધોરીમાર્ગ થોડીવાર ખુલ્લો મુકાયા બાદ ગુરૂવારના રોજ સવારે બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે ધોરીમાર્ગ ખુલ્લો કરાયો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular